Medicines Price Cap Slashes: હવે તાવ, હૃદય રોગ, ડાયાબિટીસ, ચેપ અને બળતરા જેબી બિમારીઓ માટે જરૂરી દવાઓ પહેલા કરતા સસ્તી થશે. સરકારે 37 મહત્વપૂર્ણ દવાઓની મહત્તમ છૂટક કિંમત (MRP) નક્કી કરી છે.
કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ મિનિસ્ટરે ડ્રગ્સ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર (DPCO), 2013 હેઠળ શનિવાર, 2 ઓગસ્ટના રોજ તેનું જાહેરનામું બહાર પાડ્યું હતું.
આ દવાઓના નવા ભાવ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. તેમાં Paracetamol, Atorvastatin, Amoxycillin, Metformin, અને અનેક ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશનનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ લાંબા સમયથી ક્રોનિક રોગોમાં કરવામાં આવે છે.
કઈ દવાઓને થશે અસર જાણો
- બળતરા અને દુખાવા માટે આપવામાં આવતી ગોળીઓ જેમ કે Aceclofenac, Paracetamol અને Trypsin Chymotrypsin હવે રૂપિયા 13(ડૉ. રેડ્ડીઝ) અને રૂપિયા 15.01 (કેડિલા)માં વેચાશે.
- Atorvastatin 40 મિલિગ્રામ + Clopidogrel 75 મિલિગ્રામ (હૃદયના દર્દીઓ માટે) ની કિંમત હવે રૂપિયા 25.61 પ્રતિ ટેબ્લેટ નક્કી કરવામાં આવી છે.
- બાળકો માટે Cefixime + Paracetamol સીરપનો પણ નવી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
- Cholecalciferol (વિટામિન D)ના ટીપાં અને Diclofenac ઇન્જેક્શન (31.77 રૂપિયા પ્રતિ મિલી) પણ હવે નિશ્ચિત કિંમતે ઉપલબ્ધ થશે.
- ડાયાબિટીસ નિયંત્રણ ટેબ્લેટ - Empagliflozin + Sitagliptin + Metforminની કિંમત હવે રૂપિયા 16.50 પ્રતિ ટેબ્લેટ નક્કી કરવામાં આવી છે.
- Asthma અને એલર્જી માટે વપરાતી Bilastine + Montelukast ટેબલેટ્સ અને cholesterol ઘટાડતી ટેબ્લેટ Atorvastatin + Ezetimibeને પણ ભાવ નિયંત્રણ હેઠળ લાવવામાં આવી છે.
