GST Reforms: સરકારે મધ્યમ વર્ગ માટે ખૂબ જ મહત્વનું કામ કર્યું છે.સરકારે સામાન્ય પ્રજા માટે મોટાપાયે કર ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. આ 8 મહિનામાં સરકારે એક પછી એક ભેટો આપી છે.
સૌથી પહેલા બજેર 2025-26માં ઈનકમ ટેક્સની માફક રાહત આપી છે. બજેટ દરમિયાન નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા વાર્ષિક રૂપિયા 12 લાખ સુધીની આવકને ટેક્સ મુક્તિ કરવાની વાત કહી છે.
નવી કર વ્યવસ્થા હેઠળ કરદાતાઓએ હવે રૂપિયા 12 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ કર ચૂકવવાની જરૂર નથી. ITR-1 અને ITR-2 હેઠળ આવકવેરો ફાઇલ કરનાર કોઈપણ કરદાતા કોઈપણ સમયે નવી કર વ્યવસ્થામાંથી જૂની કર વ્યવસ્થામાં અથવા જૂની કર વ્યવસ્થામાંથી નવી કર વ્યવસ્થામાં ટ્રાન્સફર કરી શકે છે.
ત્યારબાદ સરકારે રેપો રેટમાં પણ ઘટાડો કર્યો છે. આમ કરીને સરકારે સામાન્ય માણસને બીજી મોટી ભેટ આપી છે. સરકારે આ વર્ષે ઘણી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે.
રેપો રેટમાં ઘટાડાને કારણે વ્યાજ દર ઘટે છે, જેના કારણે સામાન્ય માણસને EMIમાં રાહત મળે છે. હવે ગઈકાલે એટલે કે 3મી સપ્ટેમ્બરથી શરૂ થયેલી GST કાઉન્સિલમાં GST ઘટાડવામાં આવ્યો છે.
GST સુધારા હેઠળ ઘણી વસ્તુઓ પર કર ઘટાડવામાં આવ્યો છે. એક રીતે મોદી સરકારે બધી બાજુથી કરવેરા પર રાહત આપી છે. GST સુધારા હેઠળ ત્રણ નવા પ્રકારના ટેક્સ સ્લેબ રજૂ કરવામાં આવ્યા છે. નવા GST સ્લેબ હેઠળ GSTમાં હવે ત્રણ પ્રકારની શ્રેણીઓ હશે. જેમાં 5%, 18% અને 40% શામેલ છે. આ ત્રણ શ્રેણીમાં અલગ અલગ વસ્તુઓ રાખવામાં આવી છે. મોદી સરકારે રોજિંદા ઉપયોગની મોટાભાગની વસ્તુઓ પરનો કર શૂન્ય કરી દીધો છે.