GIFT City:સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ એ ભારતના ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક-સિટી(GIFT CITY)થી તેના વેલ્થ સોલ્યુશન્સ પૂરા પાડવાની જાહેરાત કરી છે. આ સુવિધાથી ભારતમાં રહેલા તેના અફ્લ્યુએન્ટ ક્લાઈન્ટ્સ માટે ઉપલબ્ધ ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટને લગતા સોલ્યુશન્સનું વિસ્તરણ થશે.
બેન્ક તેના સિગ્નેચર CIO ફંડ્સ લોંચ કરી રહી છે. આ ચાર ફંડ્સનું એક ગ્રુપ છે, જે બેન્કના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસ (CIO)ની ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીને ડાઈવર્સિફાઈડ અને મલ્ટી-એસેટ પોર્ટફોલિયો મારફતે ગ્રાહકો સુધી પહોંચ ધરાવે છે. સમય સાથે તેમાં વેલ્થ સાથે સંકળાયેલ અન્ય સોલ્યુશન્સ જોડવામાં આવશે.
અમુંડી એસેટ મેનેજમેન્ટ અને SBI ફંડ્સ ઈન્ટરનેશનલ (IFSC) લિમિટેડ સાથે ભાગીદારીમાં વિકસિત સિગ્નેચર CIO ફંડ્સને વિવિધ રોકાણ ઉદ્દેશો અને જોખમ ઉઠાવવાની ક્ષમતાને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવેલ છે. આ ફંડ વૈશ્વિક ઈક્વિટી, બોન્ડ, કોમોડિટી, લિક્વિડ ઓલ્ટરનેટિવ્સ અને કેશમાં રોકાણ કરે છે.
આ લોંચ ભારતમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના વેલ્થ સંબંધિત પ્રમાણમાં એક અત્યંત મહત્વનો માઈલસ્ટોન છે. તેને ઈન્ટરનેશનલ ફાયનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)થી GIFT સિટી મારફતે કેપિટલ માર્કેટ પ્રોડક્ટ્સના ડિસ્ટ્રીબ્યુટ કરવાની મંજૂરી મળી છે. તેનાથી બેન્કને પોતાના ઈન્ટરનેશનલ નેટવર્ક અને વેલ્થ ક્ષમતાનો લાભ ઉઠાવી પોતાની વેલ્થ સોલ્યુશન્સના કાર્યક્ષેત્રને વધારવા અને ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ મળશે.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ એ પ્રથમ વિદેશી બેન્ક હતી કે જેણે વર્ષ 2020માં GIFT સિટીમાં પોતાની કામગીરીની શરૂઆત કરી હતી. વર્તમાન સમયમાં તે કોર્પોરટ અને ઈન્સ્ટિટ્યુશનલ ક્લાઈન્ટ્સની સર્વગ્રાહી શ્રૃખલા પ્રદાન કરે છે. વેલ્થ સોલ્યુશન્સની શરૂઆત આ ઉપસ્થિતિને આગળ વધારે છે અને તેનાથી બેન્કની આ ક્ષમતા વધે છે અને વિશ્વની સૌથી ઝડપી આગળ વધતા ઈન્ટરનેશનલ ફાયનાન્શિયલ સેન્ટર પૈકી એક મારફતે પોતાના ગ્રાહકોની બેન્કિંગ અને વેલ્થ મેનેજમેન્ટને લગતી તમામ જરૂરિયાતો પૂરી કરી શકે.
જેમ-જેમ ભારતીય રોકાણકારોનો દૃષ્ટિકોણ વૈશ્વિક થઈ રહ્યો છે તેમ તેમ ઈન્ટરનેશનલ લેવલ પર રોકાણનું ડાઈવર્સિફિકેશન તેના માટે એક મહત્વનું પાસુ બની ગયું છે. તે પોર્ટફોલિયો તૈયાર કરવા અને તેને સંચાલિત કરવામાં અત્યંત મહત્વના રહે છે.ઈન્ટરનેશનલ તકો સુધી પહોંચવા સાથે રોકાણ હવે વિશ્વાસપાત્ર, પ્રોફેશનલ રીતે પોર્ટફોલિયો તૈયાર કરવા અને વૈશ્વિક માર્કેટમાં રોકાણને સરળ બનાવવાની પદ્ધતિને શોધી રહ્યા છે.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડમાં વેલ્થ સોલ્યુશન્સ, રિટેલ પ્રોડક્ટ્સ, ડેટા અને એનાલિટિક્સના વૈશ્વિક બાબતોના વડા શ્રી સમીર સુબ્બરવાલે જણાવ્યું હતું કે ભારતના વેલ્થ લેન્ડસ્કેપમાં ઝડપભેર પરિવર્તન આવી રહ્યું છે. અમારા ક્લાઈન્ટ તેમના પોર્ટફોલિયોને ડાઈવર્સિફાઈડ કરવા ઈચ્છે છે અને વૈશ્વિક બજારોમાં મળતી તકોનો લાભ મેળવવા ઈચ્છે છે. સિગ્નેચર CIO ફંડ્સની શરૂઆત એક ઈન્ટરનેશનલ ફાયનાન્શિયલ સેન્ટર તરીકે GIFT સિટીના વધતા મહત્વને દર્શાવે છે.
