trade margin on cancer drugs: કેન્સરની સારવારમાં ઉપયોગ થતી 137 દવાઓની કિંમતોમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. હકીકતમાં સરકારે કેન્સરની દવાઓ પર ટ્રેડ માર્જીન ફિક્સ કરી છે. તેને લીધે દવાની કિંમતોમાં અનેક ગણો ઘટાડો કરાયો છે. કેમિકલ અને ખાતર બાબતના મંત્રાલયે ઔષધિય વિભાગે માહિતી આપી છે કે 137 દવાની નવી સુધારેલ દ 9 નવેમ્બરથી જ લાગુ થશે. સરકારના આ નિર્ણયથી ગ્રાહકોને દરેક વર્ષશ અંદાજીત 3502.31 કરોડ રૂપિયાની બચત થશે.
રસાયણ અને ખાતર મંત્રાલયની માહિતી પ્રમાણે NPPAમાં કેન્દ્ર
રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા ઈશ્યુ એક નિવેદન પ્રમાણે રાષ્ટ્રીય ઔષધિય મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ(NPPA)એ કેન્સરની સારવાર માં ઉપયોગ કરવામાં આવતી 137 દવાઓ પર ટ્રેડ માર્જીન ફિક્સ કરેલ છે. આ નિર્ણય સ્વાસ્થ સેવા મહાનિર્દેશાલય (DGHS) અંતર્ગત રચવામાં આવેલ એક એક્સપર્ટ સમિતિની 17 ઓક્ટોબરને કરવામાં આવેલી ભલામણ બાદ નિર્ણય લીધો છે.
અત્યાર સુધીમાં 76 ફાર્માસ્યુટિકલ કંપનીઓએ 121 દવાઓના 1,225 ફોર્મ્યુલેશન માટે નવા MRP સબમિટ કર્યા છે. નિવેદન પ્રમાણે અત્યાર સુધીમાં 76 ફાર્માસ્યુટિકલ કંપનીઓએ 121 દવાઓના 1,225 ફોર્મ્યુલેશન માટે નવા MRP સબમિટ કર્યા છે. આ પૈકી 1,031 ફોર્મ્યુલેશન માટે ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. લગભગ 600 બ્રાન્ડ્સના ભાવમાં 50 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, જેમાં સૌથી વધુ ઘટાડો 96.45 ટકા છે. વધુમાં TMR હેઠળ કિંમત મર્યાદા ભારતમાં 10-15 ઓળખાયેલી દવાઓ ઉપલબ્ધ થયા પછી લાગુ થશે.
