મુંબઈ / નવી દિલ્હી:હુરુન ઈન્ડિયા અને M3M ઈન્ડિયા દ્વારા સંયુક્ત રીતે જાહેર કરવામાં આવેલા 'M3M હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2026' (M3M Hurun India Rich List 2026) માં ભારતના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), રિન્યુએબલ એનર્જી અને ન્યૂ-એજ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના યુવા ઉદ્યોગસાહસિકોએ પોતાની સફળતાનો ડંકો વગાડ્યો છે. જ્યાં આ સમગ્ર રિચ લિસ્ટમાં અમીરોની સરેરાશ ઉંમર 64 વર્ષ છે, ત્યાં 40 વર્ષથી ઓછી વયના 63 યુવાનો અને 30 વર્ષથી ઓછી વયના 6 યુવાનોએ દેશના સૌથી ધનિકોની યાદીમાં સ્થાન મેળવીને નવો ઈતિહાસ રચ્યો છે.
ઝેપ્ટોના 23 વર્ષના કૈવલ્ય વોહરા દેશના સૌથી યુવા અમીર
ક્વિક કોમર્સ પ્લેટફોર્મ ઝેપ્ટો (Zepto) ના સહ-સ્થાપક 23 વર્ષીય કૈવલ્ય વોહરા 2,600 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે આ વર્ષની યાદીમાં સતત દેશના સૌથી યુવા અમીર (Youngest Rich Lister) બન્યા છે. તેમની સાથે ઝેપ્ટોના 24 વર્ષીય સહ-સ્થાપક આદિત પાલિચા 3,500 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે દેશના બીજા સૌથી નાની વયના અમીર બન્યા છે. આ બંને યુવાનોએ સાબિત કરી દીધું છે કે ભારતીય સ્ટાર્ટઅપ ઈકોનોમી કેટલી ઝડપથી વેલ્યુ ક્રિએશન કરી રહી છે.
AI અને ટેકનોલોજીના 28 વર્ષના યુવાનોનું ધમાકેદાર ડેબ્યૂ
લેટ-ટ્વેન્ટીઝ (Late Twenties) ની વાત કરીએ તો, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રના 28 વર્ષીય બે યુવા સ્થાપકો તનય કોઠારી અને સહજ ગર્ગે 'વિસ્પર ફ્લો' (Wispr Flow) કંપની દ્વારા 4,200-4,200 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે યાદીમાં આકર્ષક ડેબ્યૂ કર્યું છે. તેઓ આ રિચ લિસ્ટમાં સામેલ થનારા સૌથી યુવા AI એન્ટરપ્રિન્યોર બન્યા છે.
આ ઉપરાંત 28 વર્ષની વયના જ સચિદાનંદ ઉપાધ્યાય (લોર્ડ્સ માર્ક ઈન્ડસ્ટ્રીઝ) 2,900 કરોડ રૂપિયા સાથે નવા પ્રવેશક બન્યા છે, જ્યારે ભારતપે (BharatPe) ના શાશ્વત નકરાણી (28 વર્ષ) 1,500 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે.
30 થી 32 વર્ષના યુવા બિલિયોનેર્સનો દબદબો
30 થી 32 વર્ષની વયજૂથના યુવા ઉદ્યોગપતિઓમાં ગ્લોબલ લેવલે મોટું નામ કમાનારા અને સૌથી ઝડપી સંપત્તિ સર્જન કરનારા યુવાનો સામેલ છે:
- અરાવિંદ શ્રીનિવાસ (32 વર્ષ): AI સર્ચ એન્જિન 'પર્પ્લેક્સિટી' (Perplexity)ના સ્થાપક અરાવિંદ શ્રીનિવાસ 28,500 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે યુવા અમીરોમાં સૌથી આગળ છે.
- રિતેશ અગ્રાવાલ (32 વર્ષ): 'ઓયો' (OYO / Prism) ના સ્થાપક રિતેશ અગ્રાવાલ 19,900 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે.
- આદિત્ય કુમાર હલવાસીયા (32 વર્ષ): 'ક્યુપિડ' (Cupid) ના આદિત્ય કુમાર હલવાસીયા 18,800 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે આ વર્ષના સૌથી ઝડપી વેલ્થ ક્રિએટર (859% નો વધારો) બન્યા છે.
- મણિક ગર્ગ અને પરિવાર (31 વર્ષ): 'સાત્વિક ગ્રીન એનર્જી' ના મણિક ગર્ગ 2,300 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે નવી એન્ટ્રી મેળવવામાં સફળ રહ્યા છે.
- વિજયકુમાર નિરાણી (33 વર્ષ): ટ્રુઓલ્ટ બાયોએનર્જીના વિજયકુમાર નિરાણી 3,000 કરોડ રૂપિયા સાથે નાના શહેર (બાગલકોટ) માંથી દેશના અમીરોની યાદીમાં સ્થાન પામ્યા છે.
M3M હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2026: દેશના ટોપ 10 સૌથી યુવા અમીરોની યાદી
1. કૈવલ્ય વોહરા (ઉંમર: 23 વર્ષ) - કંપની: Zepto - સંપત્તિ: 2,600 કરોડ રૂપિયા (બેંગલુરુ)
2. આદિત પાલિચા (ઉંમર: 24 વર્ષ) - કંપની: Zepto - સંપત્તિ: 3,500 કરોડ રૂપિયા (મુંબઈ)
3. તનય કોઠારી (ઉંમર: 28 વર્ષ) - કંપની: Wispr Flow - સંપત્તિ: 4,200 કરોડ રૂપિયા (સેન ફ્રાન્સિસ્કો)
4. સહજ ગર્ગ (ઉંમર: 28 વર્ષ) - કંપની: Wispr Flow - સંપત્તિ: 4,200 કરોડ રૂપિયા (સેન ફ્રાન્સિસ્કો)
5. સચિદાનંદ ઉપાધ્યાય (ઉંમર: 28 વર્ષ) - કંપની: Lords Mark Industries - સંપત્તિ: 2,900 કરોડ રૂપિયા (મુંબઈ)
6. શાશ્વત નાકરાણી (ઉંમર: 28 વર્ષ) - કંપની: BharatPe - સંપત્તિ: 1,500 કરોડ રૂપિયા (ભાવનગર)
7. મણિક ગર્ગ અને પરિવાર (ઉંમર: 31 વર્ષ) - કંપની: Saatvik Green Energy - સંપત્તિ: 2,300 કરોડ રૂપિયા (ચંડીગઢ)
8. અરાવિંદ શ્રીનિવાસ (ઉંમર: 32 વર્ષ) - કંપની: Perplexity - સંપત્તિ: 28,500 કરોડ રૂપિયા (સેન ફ્રાન્સિસ્કો)
9. રિતેશ અગ્રાવાલ (ઉંમર: 32 વર્ષ) - કંપની: Prism (OYO) - સંપત્તિ: 19,900 કરોડ રૂપિયા (નવી દિલ્હી)
10. આદિત્ય કુમાર હલવાસીયા (ઉંમર: 32 વર્ષ) - કંપની: Cupid - સંપત્તિ: 18,800 કરોડ રૂપિયા (કોલકાતા)
90 ના દાયકામાં જન્મેલા 28 યુવાનો અમીરોની યાદીમાં
હુરુન ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર આ વર્ષે 1990 પછી જન્મેલા 28 યુવાનોએ યાદીમાં સ્થાન મેળવ્યું છે, જે ગયા વર્ષ કરતાં 11 વધુ છે. સેલ્ફ-મેડ (સ્વ-નિર્મિત) ઉદ્યોગપતિઓનું પ્રમાણ વધીને 70% (1,266 વ્યક્તિઓ) થઈ ગયું છે. આ પરિણામ દર્શાવે છે કે ભારતનો નવો ઈનોવેટિવ બિઝનેસ કલાસ બહુ ઓછી વયે વૈશ્વિક સ્તરે મોટું મૂલ્ય સર્જન કરી રહ્યો છે.
