Zetwerk Manufacturing Businesses IPO:અગ્રણી કંપની ઝેટવર્ક મેન્યુફેક્ચરિંગ બિઝનેસિસ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું 15 ઓકટોબર 2026થી 19 ઓક્ટોબર 2026 સુધી ખુલ્લુ રહેશે. જોકે એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડિંગની આ તારીખ 14 ઓક્ટોબર 2026 એક દિવસ માટે છે. રૂપિયા એકની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઈક્વિટી શેર માટે પ્રાઇઝ બેન્ડ રૂપિયા 143થી રૂપિયા 151 નક્કી કરવામાં આવી છે.
રોકાણકારો ઓછામાં ઓછા 99 ઇક્વિટી શેર અને ત્યારબાદ 99 શેરના ગુણાંકમાં અરજી કરી શકે છે.શેરની ફ્લોર પ્રાઇસ તેની ફેસ વેલ્યુ કરતાં 143 ગણી છે, જ્યારે કેપ પ્રાઇસ તેની ફેસ વેલ્યુ કરતાં 151 ગણી છે.આ ઓફરમાં રૂપિયા 1ની ફેસ વેલ્યુ ધરાવતા કુલ મૂલ્ય રૂપિયા 28,300 મિલિયન (રૂ. 2,830 કરોડ) સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને કંપનીના કેટલાક હાલના શેરધારકો દ્વારા રૂપિયા 1ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 144,525,036 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
ઇક્વિટી શેર બીએસઈ લિમિટેડ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE)પર લિસ્ટ કરવાની યોજના છે. આ ઇશ્યૂ માટે એનએસઈ લિમિટેડને ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ તરીકે નિયુક્ત કરવામાં આવશે.કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ, ગોલ્ડમેન સાક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, એવેન્ડસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, એચએસબીસી સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
