Stock Market Crash: ભારતીય શેરબજારમાં વેચવાલીનું દબાણ ઘેરુ બન્યું છે. સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ આશરે 1200 પોઇન્ટ તૂટી 71,300 સપાટી ગુમાવી દીધી હતી. બીજીબાજુ નિફ્ટી પણ 350 પોઇન્ટથી વધુ તૂટી 22300 લેવલ ગુમાવી દીધી હતી. આ સ્થિતિમાં રોકાણકારોના રૂપિયા 10 લાખ કરોડનું ધોવાણ થઈ ગયું છે. ઈન્ટ્રા-ડે સેન્સેક્સ 71,292.88 લો સપાટી હાંસલ કરી હતી. જે છેલ્લા એક વર્ષની સૌથી નીચી સપાટી હતી.
જોકે નીચા લેવલથી રિકવરી જોવા મળી હતી. તેમ છતાં સેન્સેક્સમાં આશરે 570 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટી 190 પોઇન્ટ ગગડી ગઈ છે. છેવટે ભારતીય શેરબજારમાં આટલી વ્યાપક વેચવાલી કેમ આવી તે એક મહત્વનો પ્રશ્ન છે.
અમેરિકાના બોન્ડ ઈલ્ડમાં વધારો
નિષ્ણાતોના મતે વિદેશી રોકાણકારો અમેરિકી બોન્ડ માર્કેટમાં રસ લઈ રહ્યા છે. અમેરિકાની 10 વર્ષની ટ્રેઝરીની બોન્ડ યીલ્ડ વધીને 5.31 ટકા પહોંચી ગઈ છે, જે વર્ષ 2007 બાદ સૌથી ઊંચા લેવલ પર છે. આ પર્ફોમન્સ રોકાણકારોને આકર્ષિત કરી રહ્યા છે.US અમેરિકા બોન્ડથી મળનાર રિટર્ન વધે છે તો વૈશ્વિક રોકાણકારો માટે અમેરિકાના ડેટ માર્કેટ વધારે આકર્ષણ જોઈ શકાય છે.આ કારણથી ભારતીય માર્કેટથી વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી જોવા મળી છે.
શેરબજારમાં સર્જાયેલા હાહાકારનું સૌથી મોટું કારણ વિદેશી રોકાણકારોનો મોહભંગ છે. બુધવારે વિદેશી સંસ્થાગત રોકાણકારો(FIIs)એ ભારતીય શેરબજારમાંથી આશરે રૂપિયા 10.148 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું છે. ગત મંગળાવેર પણ FII દ્વારા રૂપિયા 10,743 કરોડની જંગી વેચવાલી કરી હતી. છેલ્લા બે સેશનમાં જ વિદેશી ફંડોએ રૂપિયા 20,891 કરોડની જંગી વેચવાલી કરી છે.
સ્થાનિક ફંડો માટે મુશ્કેલી વધી
છેલ્લા કેટલાક વર્ષમાં પેટર્ન રહી છે કે વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી વચ્ચે ઘરેલુ સ્તર પર સંસ્થાગત રોકાણકારોની ખરીદી ધીમી પડી છે.
આ સતત ચોથો દિવસ છે કે જ્યારે બજારમાં વેચવાલીનું દબાણ છે. સતત વેચવાલીને લીધે ભારતીય બજાર આઠમાં સપ્તાહમાં સતત ઘટાડા સાથે બંધ રહ્યું છે. વર્ષ 2001ના ડોટ-કોમ ક્રેશ અને વર્ષ 2008ના ગ્લોબલ ફાયનાન્શિયલ ક્રાઈસિસને પણ પાછળ છોડી દીધી છે.
