Asian Stock Market Crash:વિશ્વભરના શેરબજારોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે સંકળાયેલ શેરોમાં ભારે વેચવાલીની અસર જોવા મળી રહી છે. શુક્રવારે અમેરિકાના બજારોમાં ભારે ઘટાડા બાજ સોમવારે 2 નવેમ્બરના રોજ એશિયાના બજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
જાપાન અને દક્ષિણ કોરિયાના શેરબજારોમાં નબળી શરૂઆત જોવા મળી છે. રોકાણકારોને ચિંતા છે કે AI સાથે સંકળાયેલ શેરમાં જે તેજી આવી હતી તે હવે ઉભરા સમાન સાબિત થઈ રહી છે. આ ડરના માહોલ વચ્ચે અનેક ટેકનોલોજી કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.
ભારતીય શેરબજારમાં તેજી
ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ આશરે 800 પોઇન્ટ ઉછળી 75250 જ્યારે નિફ્ટી 273 પોઇન્ટ ઉછળી 23266 રહ્યા છે. ફ્રન્ટલાઈન શેરોમાં તેજી જોવા મળી રહી છે.
જાપાન અને દક્ષિણ કોરિયાના બજારોમાં ઘટાડો
સોમવારના રોજ કામકાજ થતા જ એશિયાના બજારોમાં અમેરિકામાં ઘટાડાની અસર જોવા મળે છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 1.06 ટકા ગગડ્યો છે. જાપાનનો નિક્કી 225 ઈન્ડેક્સ 0.39 ટકા ગગડ્યો છે. જાપાનના ટોપિક્સ ઈન્ડેક્સ 0.51 ટકા તૂટ્યા છે. MSCI એશિયા પેસિફિક ઈન્ડેક્સમાં 0.5 ટકાનો ઘટાડો થયો છે.
અમેરિકાના શેરબદારોમાં 3.5 ટકા ઘટાડો
એશિયાના બજારોમાં ઘટાડો થવા પાછળ મોટું કારણ શુક્રવારે અમેરિકાની ટેકનોલોજી કંપનીઓમં જે ઘટાડો થયો તે જવાબદાર હતો. અમેરિકાનો નાસડેક 100 ઈન્ડેક્સ શુક્રવારે 3.5 ટકા ગગડી ગયો હતો. જૂન બાદ તેમાં સૌથી ખરાબ સ્થિતિ જોવા મળે છે. ફિલાડેલ્ફિયા સેમીકન્ડક્ટર ઈન્ડેક્સ 7.2 ટકા ઘટ્યો હતો.
