IPO This Week:શેરબજારમાં પ્રારંભિક જાહેર ભરણા(IPO) મારફતે રોકાણ કરનાર માટે આ સપ્તાહ માટે ખાસ રહેશે. આ સપ્તાહ બે મોટી કંપનીઓ તેમના IPO લઈને આવી રહી છે. તેમાં રિલાયન્સ ગ્રુપની જિયો પ્લેટફોર્મ્સ અને હોસ્પિટલ ચલાવતી પારસ હેલ્થકેરનો સમાવેશ થાય છે. જિયો પ્લેટફોર્મ્સનું જાહેર ભરણું અત્યાર સુધીનું સૌથી મોટું જાહેર ભરણું છે. જોકે, પારસ હેલ્થકેર પણ શેરબજારમાંથી મોટી રકમ એકત્રિત કરવા તૈયારીમાંછે.
બે IPO એક જ દિવસમાં ખુલશે અને તેમાં રોકાણ કરવા માટે ત્રણ દિવસનો સમય મળશે
Jio પ્લેટફોર્મ્સનો IPO કેટલો મોટો હશે?
રિલાયન્સ ગ્રુપનો Jio પ્લેટફોર્મ્સ IPO 21 ઓક્ટોબર 2026ના રોજ ખુલશે અને રોકાણકારો 23 ઓક્ટોબર સુધી અરજી કરી શકશે. કંપની આ IPO દ્વારા રૂપિયા 30,213 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે. આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે, જેમાં સંપૂર્ણપણે નવા શેર હશે.તેનો અર્થ એ છે કે કંપની 270 મિલિયન નવા શેર જારી કરશે.IPOમાં હાલના શેરધારકો દ્વારા કોઈ શેર વેચવામાં આવશે નહીં. કંપનીએ પ્રતિ શેર રૂપિયા 1,065 થી રૂપિયા 1,119 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. રોકાણકારોએ આ શ્રેણીમાં શેર માટે બોલી લગાવવી પડશે.
Jioના IPOમાં ઓછામાં ઓછું કેટલું રોકાણ
જિયો પ્લેટફોર્મ્સના IPOમાં પ્રતિ લોટ 12 શેર હશે. રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા એક લોટ માટે અરજી કરવાની રહેશે, જેના માટે ઉપલા ભાવ બેન્ડના આધારે ₹13,428ની જરૂર પડશે. રિટેલ રોકાણકારો કુલ ₹187,992 ના રોકાણ માટે મહત્તમ 14 લોટ અથવા 168 શેર માટે અરજી કરી શકે છે. પાત્ર રિલાયન્સના કર્મચારીઓને IPOમાં પ્રતિ શેર રૂપિયા 54 નું ડિસ્કાઉન્ટ મળશે.
IPOનો ઓછામાં ઓછો 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે, ઓછામાં ઓછો 15% હિસ્સો બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે અને મહત્તમ 50% હિસ્સો લાયક સંસ્થાકીય ખરીદદારો (QIB) માટે અનામત રાખવામાં આવ્યો છે.
Jioના શેર ક્યારે લિસ્ટ થશે?
Jio પ્લેટફોર્મ્સ IPOમાં શેરની ફાળવણી 26 ઓક્ટોબરે થવાની ધારણા છે. જે રોકાણકારોને શેર મળશે તેઓ 28 ઓક્ટોબરથી તેનો વેપાર કરી શકશે.કંપનીના શેર BSE અને NSE બંને પર લિસ્ટ થશે. કોટક મહિન્દ્રા કેપિટલ IPOનું સંચાલન કરી રહ્યું છે જ્યારે KFin ટેક્નોલોજીસ રજિસ્ટ્રાર છે.
