બોન્ફિલિઓલી ટ્રાન્સમિશન્સનો IPO 15મી ઓક્ટોબરે ખુલશે, ઇક્વિટી શેર દીઠ પ્રાઇઝ બેન્ડ રૂપિયા 558થી રૂપિયા 586 નક્કી થઈ

આ ઓફરમાં બોન્ફિલિઓલી પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર દ્વારા કુલ 4,32,39,042 ઇક્વિટી શેર સુધીના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 14 Oct 2026 12:16 AM (IST)Updated: Wed, 14 Oct 2026 12:16 AM (IST)
bonfiglioli-transmissions-limiteds-initial-public-offer-to-open-on-october-15-2026
Asset-Reconstruction-Company-IPO-1788803043177.webp

Bonfiglioli Transmissions IPO:બોન્ફિલિઓલી ટ્રાન્સમિશન્સ લિમિટેડ તેના ઇક્વિટી શેરના આઈપીઓ માટેની બિડ/ઓફર ગુરુવાર, 15 ઓક્ટોબર, 2026ના રોજ શરૂ કરશે.આ ઓફર માટે ઇક્વિટી શેરનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર રૂ. 558થી રૂ. 586 નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો લઘુતમ 25 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 25 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં બિડ્સ લગાવી શકશે.

એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડીંગની તારીખ બુધવાર, 14 ઓક્ટોબર, 2026 નક્કી કરવામાં આવી છે. બિડ/ઓફર ગુરુવાર, 15 ઓક્ટોબર, 2026ના રોજ શરૂ થશે.

આ ઓફરમાં બોન્ફિલિઓલી પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર દ્વારા કુલ 4,32,39,042 ઇક્વિટી શેર સુધીના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂપિયા 10 છે.

બોન્ફિલિઓલી ટ્રાન્સમિશન્સ લિમિટેડ ભારતની સૌથી મોટી ટેક્નોલોજી આધારિત કંપનીઓમાંની એક છે, જે મિકેનિકલ અને ઇલેક્ટ્રો-મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન તેમજ ઔદ્યોગિક ડ્રાઇવ સોલ્યુશન્સ પૂરા પાડે છે. કંપની વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાતાં મહત્વપૂર્ણ અને પ્રિસિઝન-એન્જિનિયર્ડ ગિયર મોટર્સ, ગિયરબોક્સ અને ડ્રાઇવ સિસ્ટમ્સની વિશાળ રેન્જનું ઉત્પાદન કરે છે.

કંપનીનો મજબૂત પાયો વિશ્વભરમાં જાણીતી બોન્ફિલિઓલી બ્રાન્ડ પર આધારિત છે. આ બ્રાન્ડ વિશ્વભરમાં લગભગ 70 વર્ષથી કાર્યરત છે, જ્યારે ભારતમાં કંપનીને 25 વર્ષથી વધુનો કામગીરીનો અનુભવ છે. કંપનીની મુખ્ય પ્રમોટર બોન્ફિલિઓલી એસ.પી.એ.નું મુખ્ય મથક ઇટાલીમાં આવેલું છે. મિકેનિકલ અને ઇલેક્ટ્રો-મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન તથા ઔદ્યોગિક ડ્રાઇવ સોલ્યુશન્સના ક્ષેત્રમાં આ કંપની વિશ્વની સૌથી મોટી અને ટેક્નોલોજીની દ્રષ્ટિએ અદ્યતન કંપનીઓમાંની એક છે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મારફતે ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર બીએસઈ લિમિટેડ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.

એક્સિસ કેપિટલ લિમિટેડ, BNP પારિબા, ICICI સિક્યોરિટીઝ લિમિટેડ અને જેફરીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.