Stock Market Today:બ્લુ-ચીપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બેંક અને IT શેરોમાં નિકળેલી ખરીદીને પગલે ભારતીય શેરબજારમાં આશરે 964.58 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે અને Nifty 24,330 લેવલ પર પહોંચ્યો છે. આ ઉપરાંત US ડોલર સામે રૂપિયો મજબૂત થયો છે. BSE સેન્સેક્સ 964.58 પોઇન્ટ અથવા 1.25 ટકા વધીને 78,151.45 રહ્યો છે.
દિવસ દરમિયાન સેન્સેક્સ ઈન્ટ્રા-ડેમાં 1,095.68 પોઇન્ટ અથવા 1.41 ટકા વધી 78,282.55 રહ્યો હતો. NSE નિફ્ટી 261.55 પોઇન્ટ એટલે કે 1.09 ટકા વધી 24,334.30 રહ્યો છે.
સાપ્તાહિક ધોરણે BSE સેન્સેક્સ 582.06 પોઇન્ટ અથવા 0.75 ટકા અને નિફ્ટી પણ 127.40 પોઈન્ટ અથવા 0.52 ટકા વધ્યા હતા.

સેન્સેક્સ પેકમાં ટેક મહિન્દ્રાએ જૂન ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 28.4 ટકા વધી રૂપિયા 1,465 કરોડ થયો છે.જેને પગલે શેરમાં 3.91 ટકા વધારો થયો છે. કોટક મહિન્દ્રા બેંક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલિવર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક્સિસ, ICICI બેંક અને બજાજ ફાયનાન્સના શેરોમાં તેજી જોવા મળ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ 1.79 ટકા વધી પ્રતિ બેરલ 85.52 ડોલર થયા છે. US ડોલર સામે રૂપિયો 14 પૈસા સુધરીને 96.28 રહ્યો છે.
ગઈકાલે વિદેશી સંસ્થાગત રોકાણકારોએ રૂપિયા 4,205.56 કરોડના શેરની વેચવાલી કરી હતી. ગુરુવારે સેન્સેક્સ 1.44 પોઇન્ટ સુધરી 77,186.87 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 5.75 પોઇન્ટ અથવા 0.02 ટકા ગગડ્યો હતો. આજે પ્રાઈવેટ બેંક ઈન્ડેક્સ 1.81 ટકા, IT ઈન્ડેક્સ 1.38 ટકા વધ્યા હતા.
