Crude Oil Price:ક્રુડ ઓઈલના ભાવ બેરલ દીઠ 100 ડોલર, વિશ્વ બજારોમાં ભારે અફરા-તફરીનો માહોલ, વૈશ્વિક અર્થતંત્ર નાજુક વળાંક પર

Crude Oil Price:વિશ્વ ક્રુડ ઓઈલ માર્કેટમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રુડના પ્રતિ બેરલ 2 ટકા ઉછાળા સાથે 99.90 ડોલર થયો છે. જ્યારે WTI ક્રુડના ભાવ પ્રતિ બેરલ 93 ડોલર થાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 08 Sep 2026 02:57 PM (IST)Updated: Tue, 08 Sep 2026 02:57 PM (IST)
concerns-mount-in-the-world-economy-crude-oil-price-crosses-100-dollar-per-barrel

Crude Oil Price:વિશ્વ ક્રુડ ઓઈલ માર્કેટમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રુડના પ્રતિ બેરલ 2 ટકા ઉછાળા સાથે 99.90 ડોલર થયો છે. જ્યારે WTI ક્રુડના ભાવ પ્રતિ બેરલ 93 ડોલર થાય છે. ઈરાન દ્વારા અમેરિકા પર જવાબી હુમલો કરવાની ચેતવણી આપી છે. અમેરિકાએ ઈરાનના ઓઈલ ટેન્કરોને નિશાન બનાવ્યા હતા. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજોની અવર-જવર ધીમી થવાથી ઓઈલ સપ્લાઈ ઘટી જવાનો ડર છે. બીજીબાજુ સાઉદી અરામકોની જજાન રિફાઈનરી પર હૂતી દ્વારા હુમલો કરવામાં આવ્યાના અહેવાલથી ચિંતા ઘેરી બની છે.

આ સંજોગોમાં હવે ક્રુડ ઓઈલ મોંઘુ થતા પેટ્રો-ડીઝલથી લઈ ટ્રાન્સપોર્ટ અને સામાનની કિંમતમાં વધારો થયો છે. તેને લધે અમેરિકામાં ઈન્ફ્લેશન વધવા અને ફેડના દરોમાં ઘટાડો થવાનું જોખમ ટળી ગયું છે. રોકાણકારોને શેર વેચીને સુરક્ષિત એસેટ્સ તરફ વળી રહ્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સની માહિતી પ્રમાણે આ સંઘર્ષ લાંબો સમય ચાલે તેવી શક્યતા છે.ક્રુડ ઓઈલના વધી રહેલા ભાવ, ભારતમાંથી સતત વિદેશી રોકાણ પાછું ખેચાતા, ઈરાન-અમેરિકા યુદ્ધની સ્થિતિને લીધે આગામી સમયમાં મોંઘવારીના મોરચે ભારે ચિંતાનો માહોલ જોવા મળી શકે છે.

ક્રુડની કિંમત પ્રતિ બેરલ 97 ડોલર આસપાસ કામ કરી રહેલ છે. ભારત તેની જરૂરિયાતના આશરે 85 ટકા ક્રુડ ઓઈલ વિદેશમાંથી આયાત કરે છે. તે માટે મોંઘા ક્રુડ ઓઈલ દેશના ઈમ્પોર્ટ બિલ, મોંઘવારી તથા કંપનીઓના ખર્ચને વધારી શકે છે.

 ઈરાને નવા હુમલાની સ્થિતિમાં અમેરિકાના અનેક અડ્ડા અને ખાડી ક્ષેત્રના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાની ચેતવણી આપી છે. તેને લીધે ક્રુડ સપ્લાઈમાં અવરોધ સર્જાય તેવી ચિંતા છે અને રોકાણકારો જોખમી શેરથી અંતર બનાવી રહ્યા છે.

અમેરિકામાં મોંઘવારી અને વ્ચાજ દરોની ચિંતા

રોકાણકારો અમેરિકામાંથી આવતા કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ અથવા CPI ડેટાને લઈ સાવધાન રહે. મોંઘવારી વધારે રહેવના સંજોગોમાં અમેરિકાની ફેડરલ રિઝર્વ વ્યાજ દર વધારી શકે છે. ઊંચા વ્યાજ દરોથી ભારત જેવા બજારોમાંથી પૈસા પાછા ખેંચાવાનું જોખમ છે.