BSE Share Price :NSE IPO અંગે અપડેટ આવતા BSEના શેરોમાં ઈન્ટ્રા-ડેમાં 3 ટકાનો કડાકો, કયા કારણ છે જવાબદાર તે જાણો?

BSE Share Price: નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના સૂચિત IPO અંગે એક અત્યંત મહત્વનો અહેવાલ સામે આવ્યા બાદ BSEના શેર પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 20 Aug 2026 04:37 PM (IST)Updated: Thu, 20 Aug 2026 04:37 PM (IST)
news-of-nse-ipo-sparks-selloff-in-bse-stocks-know-why-there-was-a-big-fall-in-stock-prices

BSE Share Price: નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના સૂચિત IPO અંગે એક અત્યંત મહત્વનો અહેવાલ સામે આવ્યા બાદ BSEના શેર પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE) પોતાના શેરોને BSE પર લિસ્ટીંગ કરાવ્યા બાદ SEBIની મંજૂરી મળે તો પોતાના જ પ્લેટફોર્મ પર Permitted To Trade કેટેગરીમાં ટ્રેડિંગ કરવાની મંજૂરી આપવા વિચાર કરી શકે છે.

આ અહેવાલ વચ્ચે BSEના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને ઈન્ટ્રા-ડેમાં શેરનો ભાવ 2.5 ટકા તૂટી ગયો હતો.

NSEના શેર જો ભવિષ્યમાં BSE ખાતે લિસ્ટેડ થવા સાથે NSEના પોતાના જ પ્લેટફોર્મ પર ટ્રેડ કરવા લાગશે તો તેની અસર ટ્રેડિંગ વોલ્યુમના વિભાજન પર થઈ શકે છે.બજારની વર્તમાન અપેક્ષામાં NSE IPOના લિસ્ટીંગ બાદ BSEને મળનાર સંભવિત ટ્રેડિંગ વોલ્યુમને એક મહત્વનું પરિબળ માની શકાય છે.આ સંજોગોમાં જો NSEએ તેના પ્લેટફોર્મ પર જ પોતાના શેરમાં ટ્રેડિંગની મંજૂરી મળી જાય છે તો BSE ને મળનાર સંભવિત વધારાનું વોલ્યુમ ઓછું થઈ શકે છે.આ શક્યતાને પગલે BSEના શેર પર દબાણ સર્જાયું છે.

NSE સાથે સંકાયેલ એક અહેવાલ સામે આવ્યા બાદ BSE Shareના શેર ઈન્ટ્રા-ડે હાઈ આશરે રૂપિયા 61 એટલે કે 1.82 ટકા તૂટી રૂપિયા 3,291 રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે BSEને સૌથી વધારે તેના વોલ્યુમને લઈ ચિંતા છે. જો NSEનું ઔપચારિક લિસ્ટિંગ BSE પર થાય છે પણ તેના શેરોમાં NSE પર પણ કામકાજ માટે મંજૂરી મળે છે તો NSEને બન્ને એક્સચેન્જોની લિક્વિડિટીનો ફાયદો મળી શકે છે. જ્યારે BSE માટે NSE IPOથી આવનાર સંભવિત ટ્રેડિંગ વોલ્યુમનો કેટલોક હિસ્સો અન્યત્ર જઈ શકે છે. આ સંભવિત અસર રોકાણકારોને BSEના શેરમાં સાવધાન કરી રહ્યા છે.