આ કંપનીમાં છેલ્લા 6 વર્ષમાં રૂપિયા એક લાખના રોકાણને બનાવી આપ્યા રૂપિયા 1.20 કરોડ, રોકાણકારોના નસીબ તો ખુલ્લી ગયા

અલબત વર્ષ 2020માં આ કંપનીના શેરોએ રૂપિયા 33ની નીચી સપાટી બનાવી હતી, આ ઘટેલા ભાવ પર રૂપિયા 10 હજાર રોકાણ કરવા પર અત્યારે તેનું મૂલ્ય રૂપિયા 12.10 લાખ થઈ ગયું હોત.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 09 May 2026 03:48 PM (IST)Updated: Sat, 09 May 2026 03:48 PM (IST)
investment-of-rs-1-lakh-in-bse-shares-in-the-last-6-years-has-turned-into-rs-1-20-crore

BSE Share on Record High: બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો શેર તેના અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યાં બાદ BSE નો શેર ઈન્ટ્રા-ડેમાં રૂપિયા 3,994 સપાટીએ પહોંચ્યો હતો, જે તેની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી હતી. છેલ્લા 5-6 વર્ષના ગાળામાં આ શેરના પર્ફોમન્સની વાત કરીએ તો તેણે ફક્ત રૂપિયા 33થી રૂપિયા 3,994 સુધીની સફર કરી છે. આ દ્રષ્ટિએ જોઈએ તો આ સમય ગાળામાં BSE Stock Priceમાં 12 હજાર ટકાનો ઉછાળો આવ્યો છે.

અત્યાર સુધીમાં તેણે 50 ટકા CAGR રિટર્ન આપ્યું

વર્ષ 2017ના ફેબ્રુઆરી મહિનામાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના શેરમાં કામકાજ શરૂ થયું હતું. વર્ષ 2017માં શેરની કિંમત રૂપિયા 101 હતી. અલબત તેની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં તેણે 50 ટકા CAGR રિટર્ન આપ્યું છે. અને તે અબસોલ્યુટ રિટર્નની દ્રષ્ટિએ જોઈએ તો તે આશરે 3800 ટકા થાય છે. વળતરની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ રોકાણકારે વર્ષ 2017માં રૂપિયા 10 હજારનું રોકાણ કર્યું હોય તો વર્તમાન સમયમાં તેનું મૂલ્ય વધીને આશરે રૂપિયા 4 લાખ થાય છે.

રૂપિયા 10 હજારનું મૂલ્ય રૂપિયા 12.10 લાખ થઈ ગયું

અલબત વર્ષ 2020માં આ કંપનીના શેરોએ રૂપિયા 33ની નીચી સપાટી બનાવી હતી, આ ઘટેલા ભાવ પર રૂપિયા 10 હજાર રોકાણ કરવા પર અત્યારે તેનું મૂલ્ય રૂપિયા 12.10 લાખ થઈ ગયું હોત. એવી જ રીતે છ વર્ષ અગાઉ રૂપિયા 33 કિંમત પર BSEના શેરમાં રૂપિયા 1 લાખ રોકાણ કરવામાં આવ્યું હોત તો તેનું વર્તમાન બજાર મૂલ્ય રૂપિયા 1.20 કરોડ થઈ ગયું હોત.

EBITDA માર્જીન 580 બેસિસ પોઇન્ટ વધીને 66.6 ટકા

બ્રોકરેજ હાઉસના મતે BSEએ માર્ચ ત્રિમાસિક ગાળામાં ઈન્ડેક્સ ઓપ્શન્સમાં એવરેજ ડેઈલી પ્રીમિયમ ટર્નઓવરમાં 29.9 ટકા માર્કેટ શેર પ્રાપ્ત કરેલો છે, જે અગાઉના ત્રિમાસિક ગાળાની તુલનામાં 57 બેસિસ પોઇન્ટ વધારે છે. આ સંજોગોમાં કંપનીની વાર્ષિક આવક 84.7 ટકા અને ત્રિમાસિક ગાળામાં 25.7 ટકા વધી છે. વધારે સારા ઓપરેટિંગ લીવરેજને લીધે EBITDA માર્જીન 580 બેસિસ પોઇન્ટ વધીને 66.6 ટકા થઈ ગયું છે.