Multibagger Stocks: આ AI શેર રોકાણકારો માટે મલ્ટીબેગર સાબિત થયો, 6 મહિનામાં ભાવમાં આવ્યો 2000 ટકાનો ઉછાળો

Zhipu (Knowledge Atlas Technology) નામની AI કંપનીનો શેર 6 મહિનામાં 2000% ઉછળીને મલ્ટીબેગર સાબિત થયો છે. હોંગકોંગમાં લિસ્ટેડ આ કંપની હવે શેર વેચાણ દ્વારા અબજો ડોલરનું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 24 Jun 2026 11:08 PM (IST)Updated: Wed, 24 Jun 2026 11:08 PM (IST)
this-ai-stock-proved-to-be-a-multibagger-for-investors-price-jumped-2000-percent-in-6-months

Multibagger Stocks:વિશ્વભરના શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કંપનીઓ ભારે ચર્ચામાં છે. આ સંજોગોમાં એક કંપની Knowledge Atlas Technology કે જે Zhipu નામથી ઓળખવામાં આવે છે તે કંપનીના શેરો રોકાણકારો માટે મલ્ટીબેગર સાબિત થયા છે અને કંપનીન શેરોમાં અત્યાર સુધીમાં 200 ટકાની તેજી જોવા મળી છે. આ વર્ષે Zhipuનું લિસ્ટીંગ હોંગકોંગના શેરબજારમાં થયું હતું. બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે હવે કંપની શેર વેચાણ મારફતે અબજો ડોલરનું ભંડોળ એકત્રિત કરવાનો પ્રયત્ન કરી રહી છે.

8 જુલાઈના રોજ લોક ઈન પીરિયડ પૂરો થશે

અહેવાલ પ્રમાણે Zhipuએ શેર વેચાણ સાથે કેટલીક એડવાઈઝર્સ સાથે વાતચીત પણ કરી છે. આશા છે કે આગામી મહિનામાં આ પ્રક્રિયા પૂરી થઈ જશે. IPOમાં રોકાણ કરનારા રોકાણકારોને 6 મહિનાનો લોક ઈન પીરિયડ 8 જુલાઈના રોજ પૂરો થવા જઈ રહ્યો છે. ત્યારબાદ આ રોકાણકારો તરફથી શેર વેચાણની શક્યતા છે. કંપનીએ ફંડનો ઉપયોગ વધુ મોડેલ તૈયાર કરવા માટે થશે.

 

આ AI સ્ટોક છેલ્લા 9 સેશનમાં Zhipuના શેરની કિંમત 100 ટકાથી વધારે વધી છે. બુધવારે એટલે કે શેર હોંગકોંગના એક્સચેન્જમાં 13 ટકાથી વધારે ઉછાળા સાથે કામકાજ કરતો હતો.

કંપનીએ પ્રાઈમરી માર્કેટમાંથી 558 બિલિયન ડોલર એકત્રિત કર્યાં હતા. આ ઈશ્યુ પ્રાઈઝ HK$116.2 હતો. હવે તે HK$ 2,440 લેવ પર કામકાજ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે માર્કેટ કેપ પણ HK1 ટ્રિલિયન એટલે કે 128 બિલિયન ડોલર પહોંચી ગયું છે.