Stock Market Holiday:શેરબજારમાં 10 નવેમ્બરના રોજ રજા કહેશે કે નહીં? જાણો આ માહિતી

Stock Market Holiday:દિવાળી બાદ શેરબજારમાં રોકાણ કરનાર માટે ખાસ માહિતી છે. આ સપ્તાહ મંગળવારે ભારતીય શેરબજારમાં કામકાજ થશે નહીં. દિવાળી-બાલિપ્રતિપદા પ્રસંગે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE) બંધ રહેશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 09 Nov 2026 04:13 PM (IST)Updated: Mon, 09 Nov 2026 04:14 PM (IST)
stock-market-will-remain-closed-tomorrow-tuesday-find-out-why-this-holiday-has-been-declared

Stock Market Holiday:દિવાળી બાદ શેરબજારમાં રોકાણ કરનાર માટે ખાસ માહિતી છે. આ સપ્તાહ મંગળવારે ભારતીય શેરબજારમાં કામકાજ થશે નહીં. દિવાળી-બાલિપ્રતિપદા પ્રસંગે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE) બંધ રહેશે. 10 નવેમ્બર 2026ના રોજ રોકાણકાર શેરોની ખરીદી-વેચાણ કરી શકશે નહીં. આ દિવસ ઈક્વિટી, ડેરિવેટીવ્સ, ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટ(EGR) અને ડેટ માર્કેટમાં પણ કામકાજ બંધ રહેશે. 

આ અગાઉ રવિવારે 8 નવેમ્બરના રોજ દિવાળી પ્રસંગે શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ સ્પેશિયલ સેશન યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન NSE અને BSE પર કેટલાક સમય માટે કારોબાર થયો. મુહૂર્ત ટ્રેડિંગની શરૂઆત વધી હતી. દરમિયાન આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. આજે BSE સેન્સેક્સ 107 પોઇન્ટ વધી 81000 સપાટી હાંસલ કરી હતી. જ્યારે નિફ્ટી 58 પોઇન્ટ વધી 25000 સપાટી કુદાવી દીધી હતી.

દિવાળી અને બલિપ્રતિપદા સિવાય નવેમ્બર મહિનામાં વધુ એક દિવસ શેરબજારમાં રજા રહેશે. 24 નવેમ્બરે ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે NSE અને BSEમાં ટ્રેડિંગ બંધ રહેશે. આ દિવસે ઇક્વિટી, કોમોડિટી અને અન્ય સંબંધિત સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.

આનો અર્થ એ થયો કે નવેમ્બરમાં સપ્તાહાંત સિવાય રોકાણકારોને શેરબજારમાંથી બે દિવસની રજા મળશે. આ પછી, ડિસેમ્બરમાં પણ શેરબજારમાં મોટી રજા આવવાની છે. 25 ડિસેમ્બરે, ક્રિસમસ નિમિત્તે NSE અને BSE બંને બંધ રહેશે.