Diwali Muhurat Trading:દિવાળી મુહૂર્ત ટ્રેડિંગમાં ફેરફાર થાય તેવી શક્યતા, બપોરે 2:20 વાગ્યાથી 3:20 વાગ્યા સુધી રાખવા માંગ

આ સૂચિત કાર્યક્રમ પ્રમાણે તે અગાઉ બપોરે 1:50 થી 2:05 વાગ્યા સુધી બ્લોક ડિલ વિન્ડો અને 2:05 થી 2:20 વાગ્યા સુધી પ્રી-ઓપન સેશન રાખવામાં આવી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 19 Oct 2026 03:25 PM (IST)Updated: Mon, 19 Oct 2026 03:25 PM (IST)
there-is-possibility-of-changes-in-timings-of-muhurat-trading-held-on-occasion-of-diwali

Diwali Muhurat Trading Timing:આ દિવાળીએ શેરબજારનું ખાસ મુહૂર્ત ટ્રેડિંગ સાંજને બદલે બપોરે યોજવામાં આવી શકે છે. મનીકન્ટ્રોલે સૂત્રોને ટાંકી આપેલી માહિતી પ્રમાણે આ વર્ષે દિવાળી 8 નવેમ્બરના રોજ છે અને બજાર પાર્ટીસિપેન્ટે એક્સચેન્જને બપોરના સમયે ટ્રેડિંગ યોજવા માંગ કરી છે. જોકે, એક્સચેન્જ તરફથી હજુ સુધી કોઈ અધિકૃત સર્ક્યુલર ઈશ્યુ કરવામાં આવેલ નથી. માટે અત્યારે તો આ સમયને લઈ ફક્ત એક દરખાસ્ત જ માનવામાં આવી છે. બ્રોકર્સનું કહેવું છે કે દિવાળી નિમિત્તે મુહૂર્ત બપોરે 1:47 વાગ્યાથી 3:12 વાગ્ય વચ્ચે છે.

આ આધાર પર તેમણે બપોરે 2 વાગ્યાથી 3 વાગ્યા સુધી ટ્રેડિંગ સત્ર યોજવાનું સૂચન કર્યુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક્સચેન્જો વચ્ચે જે શરૂઆતી કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે તેમાં મુહૂર્ત ટ્રેડિંગ 2:20 વાગ્યાથી 3:20 વાગ્યા વચ્ચે હોઈ શકે છે.

આ સૂચિત કાર્યક્રમ પ્રમાણે તે અગાઉ બપોરે 1:50 થી 2:05 વાગ્યા સુધી બ્લોક ડિલ વિન્ડો અને 2:05 થી 2:20 વાગ્યા સુધી પ્રી-ઓપન સેશન રાખવામાં આવી શકે છે. બ્લોક ડીલમાં મોટા રોકાણકાર મોટી સંખ્યામાં શેરને લગતા સોદા કરી શકે છે. પ્રી-ઓપન સત્રમાં બજાર ખુલે તે અગાઉ ખરીદી અને વેચાણને લગતા ઓર્ડર મેળવી શકે છે. જેથી શરૂઆતના ભાવ નક્કી કરવામાં મદદ મળી શકે. 

બપોરના સમયમાં ટ્રેડિંગની કેમ માંગ કરવામાં આવી

બ્રોકર્સનું કહેવું છે કે સાંજનું મુહૂર્ત ટ્રેડિંગ યોજાયા બાદ શેરબજાર સાથે સંકળાયેલ અનેક જરૂરી કામ પૂરા કરવાના હોય છે. તેમાં ફંડને લગતા હિસાબ, શેરની ચુકવણી તથા અન્ય નિયમનકારી પ્રક્રિયાનો સમાવેશ થાય છે. તેને લીધે બ્રોકરેજ કંપનીઓ, એક્સચેન્જો, ક્લિયરિંગ કોર્પોરેશન, ડિપોઝીટરી, કસ્ટોડિયન તથા બેંકોમાં કામ કરતાં અનેક કર્મયારીઓને મોડે સુધી રોકાવું પડે છે.

ગયા વર્ષે પણ સમયમાં ફેરફાર કરવામાં આવેલો

ગયા વર્ષે મુહૂર્ત ટ્રેડિંગને સાંજના પરંપરાગત સમયને બદલે બપોરના સમયે રાખવામાં આવ્યો હતો. ત્યારે સેશન 1:45 વાગ્યાથી 2:45 વાગ્યા સુધી રાખવામાં આવ્યું હતું. આ વર્ષે પણ બપોરના સમય જ નક્કી શકે કે નહીં તે અંગે એક્સચેન્જો તેમની ચર્ચા તથા અંતિમ સર્ક્યુલર બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. બજાર સામાન્ય રીતે રજાઓ અને ટ્રેડિંગના સમયને લગતા કાર્યક્રમ નક્કી કરતાં પહેલા પરસ્પર ચર્ચા વિચારણા કરે છે.