Share Market Update, July 13: ઈરાન પર અમેરિકાએ કરેલા ભયાનક હુમલા બાદ સર્જાયેલા વૈશ્વિક તણાવની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. શેરબજારમાં ફરી એકવાર ખળભળાટ મચ્યો છે, અને આજે બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું છે. આજે સેન્સેક્સ 614 પોઈન્ટના ભારે ઘટાડા સાથે 76965 પર ખુલ્યો હતો.
શેરબજારમાં Sensex-Nifty સ્થિતિ
આ પણ વાંચો
અમેરિકા સાથે તણાવ વધ્યા બાદ ઈરાને Strait of Hormuz બંધ કરી દીધી છે, જેના કારણે કાચા તેલના (Crude oil) ભાવમાં ફરીથી મોટો ઉછાળો આવ્યો છે. આ વૈશ્વિક ઘટનાના પગલે નિફ્ટી અને સેન્સેક્સ બંને નીચલા સ્તરે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં નિફ્ટી 24000 નાસ્તરને સ્પર્શી ગયો. જ્યારે સેન્સેક્સ 614 પોઈન્ટના ભારે ઘટાડા સાથે 76965 પર કારોબાર કરી રહ્યો છે.
કાચા તેલના ભાવમાં ઉછાળો નોંધાયો
કાચા તેલના ભાવમાં આવેલી તેજીના કારણે OMC (ઓઈલ માર્કેટિંગ કંપનીઓ) ના શેરોમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ ONGC (ઓનએનજીસી) ના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. આજના સત્રમાં રોકાણકારો માત્ર IT શેરોમાં ખરીદી કરી રહ્યા છે, જેના કારણે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 0.62 ટકાની તેજી સાથે ટ્રેડ કરી રહ્યો છે.
Nifty 50: ટોપ ગેઈનર અને ટોપ લૂઝર
નિફ્ટી 50 નો એડવાન્સ-ડિક્લાઈન રેશિયો 12:38 નો રહ્યો છે. જે દર્શાવે છે કે બજારમાં માત્ર 12 શેરોમાં ખરીદી થઈ રહી છે, જ્યારે 38 શેરોમાં વેચવાલીનું દબાણ છે.
- Top Gainer: TCS, HCL Tech, ONGC, અપોલો હોસ્પિટલ અને ટેક મહિન્દ્રા જેવા શેરોમાં તેજી જોવા મળી છે.
- Top Loser: ઈન્ડિગો, ટાટા સ્ટીલ, શ્રીરામ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ અને બજાજ ફાઈનાન્સના શેરોમાં સૌથી વધુ નુકસાન અને વેચવાલી જોવા મળી છે.
આજના દિવસના અન્ય મહત્વના શેર
આજના કારોબારી સત્રમાં કેટલાક ખાસ શેરો સમાચારોના કારણે ચર્ચામાં છે. જેમાં LTM, એવન્યુ સુપરમાર્ટ, અદાણી ગ્રીન એનર્જી, કીસ્ટોન રિયલ્ટર્સ, મેનકાઈન્ડ ફાર્મા, લક્સ ઈન્ડસ્ટ્રીઝ, RITES, JSW એનર્જી, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, NTPC અને સ્વિગી સહિતના ઘણા શેરોમાં એક્શન જોવા મળી રહ્યું છે.
NMDC: 10 જુલાઈથી પોતાના આયર્ન ઓર (લોહ અયસ્ક) ની કિંમતમાં ફેરફાર કર્યો છે. નવા દરો મુજબ, બેલા લમ્પની કિંમત 5,450 રૂપિયા પ્રતિ ટન અને બેલા ફાઈન્સની કિંમત 4,700 રૂપિયા પ્રતિ ટન નક્કી કરવામાં આવી છે.
Lux Cozi Group: પશ્ચિમ બંગાળના ડંકુનીમાં પોતાની નવી મેન્યુફેક્ચરિંગ યુનિટનો શિલાન્યાસ કર્યો છે. 600 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ દ્વારા તેને એશિયાના સૌથી મોટા ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ હબમાંથી એક બનાવવાની કંપનીની મોટી યોજના છે.
