Stock Market Outlook:FII, ઈકોનોમિક ડેટા નવા સપ્તાહમાં શેરબજારની દિશા નક્કી કરશે

ભારતીય શેરબજારમાં વીતેલા સપ્તાહ દરમિયાન શાનદાર તેજી જોવા મળી હતી. બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત આગેકૂચ જોવા મળી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 23 Nov 2026 07:07 AM (IST)Updated: Mon, 23 Nov 2026 07:07 AM (IST)
stock-market-outlook-fiis-and-economic-data-will-determine-the-direction-of-the-stock-market-in-the-coming-week
stock market today 11 Novemeber 2026

Stock Market Outlook:ભારતીય શેરબજારમાં વીતેલા સપ્તાહ દરમિયાન શાનદાર તેજી જોવા મળી હતી. બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત આગેકૂચ જોવા મળી હતી. સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં આશરે 2.80 ટકાનો અને નિફ્ટીમાં આશરે 2.60 ટકાની તેજી જોવા મળી હતી. વિદેશી સંસ્થાગત રોકાણકારો એટલે કે FII તરફથી ભારતીય શેરબજારમાં સતત ખરીદી તેમ જ સ્થાનિક ફંડો તરફથી પણ પસંદગીના શેરોમાં વેલ્યુ બાઈંગ જોવા મળતા તેજીને વેગ મળ્યો હતો.

FIIની શેરબજારમાં વ્યાપક ખરીદી

બજારના નિષ્ણાતોના મતે નવા સપ્તાહમાં વિદેશી ફંડો ભારતીય શેરબજારની દિશા અને દશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં FII દ્વારા ભારતીય શેરબજારમાં રૂપિયા 1.12 લાખ કરોડની ચોખ્ખી ખરીદી કરવામાં આવી છે.

ભૂરાજકિય ઘટનાક્રમની શેરબજાર પર અસર

આ ઉપરાંત વૈશ્વિક સ્તરે ભૂ-રાજકિય ઘટનાક્રમની પણ ભારતીય શેરબજાર પર અસર જોવા મળી શકે છે.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ, અમેરિકાના અર્થતંત્રમાંથી મહત્વના આર્થિક આંકડા ઉપરાંત ભારતમાં મોંઘવારી અને વ્યાજ દરોની સ્થિતિની પણ અસર જોવા મળી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્તમાન સમયમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ખાદ્ય ફુગાવો 8.90 ટકાથી ઉપર છે, જે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના અંદાજ કરતાં ઘણો વધારે છે. આ સંજોગોમાં RBIની નાણાં નીતિ માર્કેટ સેન્ટીમેન્ટને અસર કરી શકે છે.

ટેકનોલોજી અને AI શેરોમાં વેચવાલી ચિંતાનો વિષય

વૈશ્વક શેરબજારોમાંથી પણ જે ટ્રેન્ડ મળશે તેની ભારતીય શેરબજાર પર અસર થઈ શકે છે. વૈશ્વિક સ્તરે ખાસ કરીને ટેકનોલોજી અને AI સાથે સંકળાયેલ શેરોમાં સતત વેલ્યુએશનના આધારે વેચવાલી ચિંતાનો વિષય બની ગયેલ છે. તેને લીધે રિટર્ન અને મૂડીગત ખર્ચ પર જે દબાણ વધી રહ્યું છે તેની માર્કેટ સેન્ટીમેન્ટ અને કંપનીઓના ગ્રોથને અસર કરી રહી છે.

વીતેલા સપ્તાહના અંતે સેન્સેક્સ આશરે 898 પોઇન્ટ ઉછળીને બંધ આવ્યો હતો અને એકંદરે માર્કેટ સેન્ટીમેન્ટ મજબૂત રહ્યું હતું.