Stock Market TodayUpdate: ભારતીય શેરબજારમાં નવા સપ્તાહના પ્રથમ દિવસે ભારે ઘટાડો જોવા મળ્યો છે.ફ્રન્ટલાઈન શેરોમાં મોટાપાયે વેચવાલી નિકળતા શેરબજારના લગભગ તમામ સેક્ટરમાં વેચવાલીનું દબાણ જોવા મળતું હતું. HDFC Bankના શેરમાં આશરે 2.27 ટકાનો ઘટાડો થયો છે.નિફ્ટી 50ની ટોપ લુઝર્સમાં તેનો સમાવેશ થાય છે. બેંકના નાણાકીય વર્ષ 2027ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો બાદ નેટ ઈન્ટરેસ્ટ માર્જીન(NIM) પર દબાણ તથા કમાણીની ઝડપ ધીમી પડતા ચિંતાનો માહોલ જોવા મળે છે. NIM એટલે બેંકને ધિરાણ પર મળતા વ્યાજ અને જમા રકમ પર આપવામાં આવતા વ્યાજ વચ્ચેનું અંતર.
શેરબજારમાં 876 પોઇન્ટ ગગડી રૂપિયા 4.97 લાખ કરોડ
આ પણ વાંચો
શેરબજારમાં સોમવારે 19 ઓક્ટોબરના રોજ 876.37 પોઇન્ટ એટલે કે 1.17 ટકા ઘટી 73,852.90 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 257.20 પોઇન્ટ અથવા 1.11 ટકા તૂટી 22,888.95 પર બંધ રહ્યા હતા. આજની મંદી વચ્ચે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કૂલ માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 4.97 લાખ કરોડ ગગડી ગયું છે.
વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેત
એશિયાના શેરબજારોમાં ભારે મંદી જોવા મળી છે. આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ(AI)માં ભારે રોકાણ માટે એકત્રિત કરવામાં આવતી રકમને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આતા ટેક શેરોમાં દબાણ જોવા મળ્યું હતું MSCIના એશિયાના શેર ઈન્ડેક્સ 0.5 ટકા તૂટ્યો હતો. જાપાનનો નિક્કી ફ્યુચર્સ 1.30 ટકા, હોંગકોંગને હેંગસેંગ ફ્યુચર અને શાંઘાઈ કમ્પોઝીટ 0.2 ટકા ગગડ્યા હતા.
ક્રુડ ઓઈલની કિંમત
સોમવારે બ્રેન્ટ ક્રુડ 1.50 ટકા ઘટી 108.27 ડોલર પ્રતિ બેરલ જ્યારે WTI 0.6 ટકા તૂટી 100.83 ડોલર પર કામકાજ કરતા હતા.ભૂ-રાજકિય સંકટ અને તણાવની સ્થિતિ યથાવત છે.
ઈન્ડિયા VIXમાં ઉછાળો
બજારની ગભરાહટના સંકેત આપનાર ઈન્ડિયા VIX આશરે 4 ટકા ગગડી 14.52 પહોંચી ગયો છે. આ બાબત દર્શાવે છે કે રોકાણકારો બજારની વધઘટને લઈ કેટલા ચિંતામાં છે. ઓગસ્ટ બાદ પ્રથમ વખત Niftyનો 20 દિવસનો SMAથી ઉપર બંધ રહ્યો છે.
