Stock Market Holiday: ભારતીય શેરબજારમાં આગામી સપ્તાહ એક દિવસ રજા રહેશે. દશેરા પ્રસંગે મંગળવારે એટલે કે 20 ઓક્ટોબર 2026ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)માં ટ્રેડિંગ નહીં થાય. આ સંજોગોમાં રોકાણકારો અને ટ્રેઝર્સને આગામી સપ્તાહ બજારમાં કામકાજ કરવાની યોજના ઘડતી વખતે આ રજા ધ્યાનમાં રાખવાની રહેશે.
20 ઓક્ટોબરને NSE અને BSEમાં કેમ બંધ રહેશે કારોબાર
20 ઓક્ટોબર મંગળવાર દશેરા નિમિત્તે શેરબજાર બંધ રહેશે. NSE વેબસાઇટ પ્રમાણે મૂડી બજાર,ડેરિવેટિવ્ઝ માર્કેટ, ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (EGR) અને ડેટ માર્કેટમાં ટ્રેડિંગ બંધ રહેશે.તેવી જ રીતે BSE પર ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, NDS-RST, ટ્રાઇ-પાર્ટી રેપો, કોમોડિટી ડેરિવેટિવ્ઝ અને EGR સેગમેન્ટમાં ટ્રેડિંગની મંજૂરી રહેશે નહીં. તેનો અર્થ એ છે કે મંગળવારે આ બજારોમાં શેર અને સંબંધિત નાણાકીય સાધનો ખરીદવામાં કે વેચવામાં આવશે નહીં.
ઓક્ટોબરમાં આ છેલ્લી રજા
20 ઓક્ટોબરની રજા ઓક્ટોબર 2026માં શેરબજારની બીજી અને છેલ્લી રજા હશે. આ દિવસે NSE અને BSE પર ટ્રેડિંગ સંપૂર્ણપણે બંધ રહેશે. દશેરાની રજા બાદ નવેમ્બર અને ડિસેમ્બરમાં શેરબજાર પણ ત્રણ દિવસ બંધ રહેશે. આ રજાઓ શનિવાર અને રવિવાર ઉપરાંત હશે.
