NSE IPO News: NSE IPOમાં SBI ભાગ લેશે; પેટા કંપનીઓ સાથે મળી 1 ટકા હિસ્સેદારીનું કરશે વેચાણ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI) અને તેની પેટાકંપની SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE IPO)ના સૂચિત રૂપિયા 30 હજાર કરોડના પ્રારંભિક જાહેર ભરણા(IPO) મારફતે એક્સચેન્જમાં તેનો કૂલ એક ટકા સુધી હિસ્સેદારી વેચી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 30 Aug 2026 08:01 PM (IST)Updated: Sun, 30 Aug 2026 08:01 PM (IST)
sbi-to-participate-in-nse-ipo-will-sell-1-per-cent-stake-along-with-subsidiaries

NSE IPO News: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI) અને તેની પેટાકંપની SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE IPO)ના સૂચિત રૂપિયા 30 હજાર કરોડના પ્રારંભિક જાહેર ભરણા(IPO) મારફતે એક્સચેન્જમાં તેનો કૂલ એક ટકા સુધી હિસ્સેદારી વેચી શકે છે. SBIના ચેરમેન સી એસ શેટ્ટીએ ન્યૂઝ એજન્સીને આપેલી માહિતી પ્રમાણે SBI દ્વારા NSEના IPOમાં ભાગ લેશે અને તેના 0.65 ટકા હિસ્સેદારીનું વેચાણ કરશે. એટલે કે SBI 0.65 ટકા અને SBI કેપિટલ માર્કેટ્સનો 0.35 ટકા હિસ્સો વેચવાની દરખાસ્ત ધરાવે છે.

આમ બન્નેની હિસ્સેદારી SBI ગ્રુપમાં આશરે એક ટકા છે. જોકે, અન્ય શેરધારકોને સામેલ થવા પર આ હિસ્સેદારી ઓછી પણ હોઈ શકે છે. અત્યારે SBI પાસે NSEમાં 3.23 ટકા અને SBI કેપિટલ માર્કેટ્સ પાસે 4.33 ટકા હિસ્સેદારી છે. ભવિષ્યમાં બેંકની અન્ય પેટાકંપનીઓમાં હિસ્સેદારીનું મૂડીકરણની કોઈ યોજના નથી.

ગયા સપ્તાહ SBIએ 10 ટકા હિસ્સેદારી વેચાણ કરેલ

ગયા મહિને SBIએ તેના વિદેશી ભાગીદારી અમુંડી સાથે મળી SBI મ્યુચ્યુઅલ ફંડમાં આશરે 10 ટકા હિસ્સેદારીનું વિનિવેશ કર્યું હતું. દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ કંપનીના રૂપિયા 9,800 કરોડના જાહેર નિર્ગમ 42 ગણાનું અભિદાન સાથે સફળ રહ્યું હતું. આ ટ્રાન્ઝેક્શન બાદ SBIની SBI મ્યુચ્યુઅલ ફંડમાં હિસ્સેદાર 61.76 ટકાથી ઘટી 55.46 ટકા રહી ગઈ છે, જ્યારે અમુંડીની હિસ્સેદારી 3.7 ટકા ઘટી 32.56 ટકા થઈ ગયો છે. 

વર્તમાન ત્રિમાસિક ગાળામાં રૂપિયા 10 લાખ કરોડના મહત્વના સ્તરને પાર કરી શકે છે. આશા છે કે આ ત્રિમાસિક ગાળામાં રૂપિયા 10 લાખ કરોડના સ્તર પર પહોંચી જશે.દેશના સૌથી મોટી ધિરાણકર્તા બેંકે ગયા વર્ષે રૂપિયા 9 લાખ કરોડના હોમ લોન પોર્ટફોલિયોના આંકડાને પાર કર્યો હતો. હોમ લોન કેટેગરીમાં SBIની બજાર હિસ્સેદારી આશરે 28 ટકા છે. બેંકે દેશભરમાં ગ્રાહકોને માટે હોમ લોનને વધારે સાનુકૂળ રીતે ઉપલબ્ધ કરવા ધ્યાન કેન્દ્રીત કર્યું છે.