Most Valued Firms:NSEના શેરોનું થયું લિસ્ટીંગ; દેશની સૌથી મૂલ્યવાન ટોપ-10 કંપનીની યાદીમાં મેળવ્યું સ્થાન

નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના શેરોનું આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર તેના ઈશ્યુ ભાવ રૂપિયા 1785 સામે રૂપિયા 1800 ભાવ પર લિસ્ટીંગ થયું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 24 Sep 2026 05:17 PM (IST)Updated: Thu, 24 Sep 2026 05:17 PM (IST)
nse-enters-in-top10-most-valued-firms-club-shares-jump-over-1-pc

Top-10 Most Valued Firms:નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના શેરોનું આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર તેના ઈશ્યુ ભાવ રૂપિયા 1785 સામે રૂપિયા 1800 ભાવ પર લિસ્ટીંગ થયું છે. આ લિસ્ટીંગની ગણતરીની મિનિટમાં જ માર્કેટ વેલ્યુએશનની દ્રષ્ટિએ ટોચની 10 મૂલ્યવાન કંપનીઓની યાદીમાં NSEએ સ્થાન મેળવી લીધુ છે.

NSEએ રૂપિયા 4,54,966.88 કરોડના માર્કેટ વેલ્યુએશન મેળવ્યું હતું. આ સાથે BSE ખાતે માર્કેટ વેલ્યુએશનની દ્રષ્ટિએ સૌથી મૂલ્યવાન મોખરાની 10 કંપનીઓની ક્લબમાં NSEએ સ્થાન મેળવી લીધુ છે.

દેશની ટોચની 10 કંપનીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂપિયા 16,67,750.07 કરોડ સાથે અગ્રણી સ્થાન પર છે. ત્યારબાદ ભારતી એરટેલ રૂપિયા 11,32,338.92 કરોડ, HDFC Bank રૂપિયા 11,26,035.78 કરોડ, ICICI બેંક રૂપિયા 9,57,570.88 કરોડ, SBI રૂપિયા 9,12,415.14 કરોડ, TCS રૂપિયા 7,57,627.53 કરોડ, બજાજ ફાયનાન્સ રૂપિયા 6,15,435.85 કરોડ, લાર્સન એન્ડ ટુબ્રો રૂપિયા 5,32,457.60 કરોડ, LIC રૂપિયા 5,13,716.31 કરોડ, અને NSE રૂપિયા 4,54,966.88 કરોડ માર્કેટ વેલ્યુએશન ધરાવે છે. NSEની હરિફ BSE રૂપિયા 1,31,946.42 કરોડનું માર્કેટ વેલ્યુએશન ધરાવે છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે NSEના શેરનો ભાવ ઈન્ટ્રા-ડે હાઈ રૂપિયા 1878 અને ઈન્ટ્રા-ડે લો રૂપિયા 1800 બોલાઈ છેલ્લે રૂપિયા 1818 બંધ રહ્યો હતો.