Moneyview IPO: મનીવ્યૂ લિમિટેડનો રૂપિયા 1ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરનો IPO 24મી સપ્ટેમ્બર 2026ને ગુરુવારે ખુલશે. એન્કર રોકાણકાર બિડિંગની તારીખ ઓફર ખુલવાની તારીખના એક દિવસ અગાઉ એટલે કે 23મી સપ્ટેમ્બર, 2026ને બુધવાર છે.
ઓફર 28 સપ્ટેમ્બર, 2026ને સોમવારે બંધ થશે.ઓફરની પ્રાઇસ બેન્ડ રૂપિયા 1ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરદીઠ રૂપિયા 32થી રૂપિયા 34 નક્કી થઈ છે. બિડ લઘુતમ 441 ઇક્વિટી શેર માટે અને પછી 441 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે, જે દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ ₹1 છે.
ઇનિશિયલ પબ્લિક ઓફરિંગમાં રૂપિયા 7,500 મિલિયન સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને વિક્રેતા શેરધારકો દ્વારા 100,494,200 સુધી ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર સામેલ છે. વેચાણ માટેની ઓફરમાં પુનિત અગ્રવાલના 13,548,300 ઇક્વિટી શેર, સંજય અગ્રવાલના 13,548,300 ઇક્વિટી શેર, ચિત્રા અગ્રવાલના 1,935,400 ઇક્વિટી શેર (“વ્યક્તિગત વિક્રેતા શેરધારકો”) અને Accel ઇન્ડિયા IV (મોરેશિયસ) લિમિટેડના 16,377,500 ઇક્વિટી શેર, ઇન્ટરનેટ ફંડ III પ્રાઇવેટ લિમિટેડના 15,356,000 ઇક્વિટી શેર, Accel ગ્રોથ હોલ્ડિંગ્સ (મોરેશિયસ) લિમિટેડના 8,011,900 ઇક્વિટી શેર, ક્રિમ્સન વિન્ટર લિમિટેડના 10,000,000 ઇક્વિટી શેર, રિબિટ કેપિટલના 11,356,900 ઇક્વિટી શેર, NLI સ્ટ્રેટેજીક વેન્ચર ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડના 4,265,600 ઇક્વિટી શેર, TI JPNIN ઇન્ડિયા હોલ્ડકો, લિમિટેડના 3,745,200 ઇક્વિટી શેર, DI ઇન્વેસ્ટમેન્ટ LLCના 2,349,100 ઇક્વિટી શેર સામેલ છે.
કંપનીના ઇક્વિટી શેરનું લિસ્ટિંગ BSEઅને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) પર થશે
ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLMs) એક્સિસ કેપિટલ લિમિટેડ, BofA સીક્યોરિટીઝ ઇન્ડિયા લિમિટેડ, IIFL કેપિટલ સર્વિસીસ લિમિટેડ (અગાઉ IIFL સીક્યોરિટીઝ લિમિટેડ તરીકે જાણીતી હતી) અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ છે.
