Indian Stock market:ગઈ નવરાત્રીથી અત્યાર સુધીમાં NIFTY 11 ટકા ક્રેશ થઈ, વૈશ્વિક સ્તરે ચિંતા વધતા રોકાણકારોની સંપત્તિમાં ભારે ધોવાણ

આંકડા પ્રમાણે વિદેશી રોકાણકારોએ વર્ષ 2026માં અત્યાર સુધી ભારતીય શેરબજારમાંથી 3.04 લાખ કરોડનું રોકાણ પાછું ખેંચ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 11 Oct 2026 08:05 PM (IST)Updated: Sun, 11 Oct 2026 08:05 PM (IST)
nifty-crashed-11-per-cent-since-the-last-navratri-global-tensions-have-had-a-major-impact

Indian Stock market:નવરાત્રી 2025થી નવરાત્રી 2026 દરમિયાન ભારતીય શેરબજાર માટે પડકારજનક રહ્યો છે. મજબૂત ઘરેલુ આર્થિક વૃદ્ધિ અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)ના સમર્થન વચ્ચે વૈશ્વિક આર્થિક અને ભૂરાજકીય પડકારોની બજારની ઝડપ પર અસર જોવા મળી છે. આ અવધિમાં નિફ્ટી ઈન્ડેક્સ 11 ટકા ઘટાડો થયો છે, તેને લીધે મોટાભાગના રોકાણકારોના રિટર્ન નેગેટિવ રહ્યું છે. 

બજારના નિષ્ણાતોના મતે આ નબળી સ્થિતિ માટે બાહ્ય કારણ જવાબદાર છે. જેમાં અમેરિકા-ઈરાન તણાવને લીધે વધેલ ક્રુડ ઓઈલની કિંમત, રૂપિયામાં નબળી સ્થિતિ, વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં વધારો તથા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(FPI)ની સતત વેચવાલીનો સમાવેશ થાય છે.

આંકડા પ્રમાણે વિદેશી રોકાણકારોએ વર્ષ 2026માં અત્યાર સુધી ભારતીય શેરબજારમાંથી 3.04 લાખ કરોડનું રોકાણ પાછું ખેંચ્યું છે. આ અગાઉ વર્ષ 2025માં પણ FPIએ રૂપિયા 1.66 લાખ ચોખ્ખી વેચવાલી કરી હતી. સતત રોકાણ પાછું ખેંચાવવાની સ્થિતિમાં અસર થઈ છે.


નિફ્ટીના 50 શેરમાંથી 31 શેર આ અવધિમાં નકારાત્મક રિટર્ન આપ્યું છે. સૌથી ખરાબ પર્ફોમન્સ કરનાર શેરોમાં ITC, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, ઈન્ફોસિસિ, જિયો ફાયનાન્શિયલ સર્વસિસ અને ટાટા કન્સલ્ટેન્સી સર્વસિસ(TCS)નો સમાવેશ થાય છે. આ તમામમાં 30 ટકાથી વધારેનો ઘટાડો થયો છે.