Adani Group Shares:ગુરુવારે એટલે કે 8મી ઓક્ટોબરના રોજ ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. Sensex અને Nifty અનુક્રમે આશરે 1100 પોઇન્ટ અને 300 પોઇન્ટ તૂટ્યાં છે. આ દરમિયાન અદાણી ગ્રુપ કંપનીઓના શેરોમાં ભારે મંદી જોવા મળી રહી છે. અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પાવરનો પણ સમાવેશ થાય છે.
અદાણીના આ શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રુપની અદાણી ગ્રીનના શેરોમાં BSE ખાતે આશરે 9 ટકા ઘટીને રૂપિયા 1215.20 પર પહોંચી ગયો છે. જેપી એસોસિએટની જેપી પાવર ખરીદનાર અદાણી પાવરના શેરમાં પણ 6 ટકાથી વધારે ઘટાડો થયો છે. NSE પર અદાણી પાવરના શેરનો ભાવ 6.25 ટકા તૂટી રૂપિયા 184.63 પર કામકાજ કરી રહ્યો છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજો પર જે હુમલા વધી રહ્યા છે તેને લીધે પશ્ચિમ એશિયાથી સપ્લાઈને લઈ સતત ચિંતા વધી રહી છે. આ દરમિયાન ગ્લોબલ ઓઈલ બેંચમાર્ક બ્રેન્ટ ક્રુડ 2.02 ટકા વધી 102.2 ડોલર પ્રતિ બેરલ પર કામકાજ કરે છે.
આ સાથે વિદેશી રોકાણકારોને લઈ વેચવાલી ચિંતાનો વિષય બની ગયો છે. વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ બુધવારે રૂપિયા 6,100 કરોડથી વધારે શેરની ભારતીય શેરબજારમાં વેચવાલી કરી છે. ભારતીય રિઝર્વ બેંકે બુધવારે તેના બેંચમાર્ક રેપો રેટને 25 બેસિસ પોઈન્ટ વધારી 5.50 ટકા કર્યો છે.
આ કારણને લીધે ભારતીય બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડાના તોફાનમાં મોટી મોટી કંપનીઓના શેર ધરાસાઈ થયા છે. અદાણી ગ્રુપની અનેક કંપનીઓના શેર મંદીમય સ્થિતિમાં છે.
તેમાં અદાણી પાવર અને અદાણી ગ્રીન એનર્જીના શેરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોસિસ્ટમના શેરોમાં પણ 3.90 ટકા સુધી ઘટાડો થયો છે. આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઈસિસ લિમિટેડના શેર NSE પર 6.88 ટકા ઘટી રૂપિયા 2,554.30 લેવલ પર આવી ગયો છે. અદાણી એનર્જી સોલ્યુશન્સના શેર NSE પર 5.73 ટકા તૂટી રૂપિયા 1,243.20 લેવલ પર કામ કરી રહ્યાં હતા.
