Nestle India Share Price:મોંઘવારીની ચિંતા વચ્ચે Nestle Indiaના શેરોમાં મંદી, બે સેશનમાં 9 ટકા ગગડ્યો, નવો ટાર્ગેટ પ્રાઈઝ જાણો

નેસ્લે ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામો બાદ અગ્રણી બ્રોકરેજ નુવામાએ કંપનીના શેરને Buy રેટિંગ આપી રૂપિયા 1,740 ટાર્ગેટ આપ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 16 Oct 2026 04:30 PM (IST)Updated: Fri, 16 Oct 2026 04:30 PM (IST)
nestle-india-shares-fall-9-per-cent-in-2-days-what-do-analysts-say-following-q2-results

Nestle India Share:સપ્ટેમ્બર મહિનામાં અનુમાન પ્રમાણે પરિણામો આવવા છતાં નેસ્લે ઈન્ડિયાના શેરોમાં ભારે મંદી જોવા મળી છે. શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળતો હતો ત્યારે નેસ્લે ઈન્ડિયાના શેરમાં છેલ્લા બે સેશન દરમિયાન 9 ટકાનો કડાકો આવ્યો છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE) ખાતે Nestle Indiaના શેરનો ભાવ ઈન્ટ્રા-ડે લો રૂપિયા 1250.30 અને ઈન્ટ્રા-ડે હાઈ રૂપિયા 1,289.10 બોલાઈ છેલ્લે રૂપિયા 10 ઘટી રૂપિયા 1,265.50 રહ્યો છે. ગઈકાલે પણ શેરનો ભાવ આશરે આઠ ટકા તૂટ્યો હતો. બજારના નિષ્ણાતોના મતે સતત વધી રહેલી મોંઘવારી એટલે કે ખાદ્ય ફુગાવાને લીધે કંપનીના શેર પર અસર થઈ રહી છે.

વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં નેસ્લે ઈન્ડિયાની વાર્ષિક આવક 20.3 ટકા વધી છે. ડબલ ડિજિટલ વોલ્યુમ ગ્રોથ અને તમામ મુખ્ય કેટેગરીમાં વધારો થવાને લઈ સહાય મળી છે. 

મેગી, કિટકેટ અને નેસકેફેનો બિઝનેસ કેવો રહ્યો

શેરબજારને આપવામાં આવેલી માહિતી પ્રમાણે નેસ્લે ઈન્ડિયાએ જણાવ્યું કે બીજા ત્રિમાસિક ગાળામાં કન્ફેક્શનરી બિઝનેસમાં વોલ્યુમની મદદથી ડબલ ગ્રોથ રહ્યો છે. કિટકેટનો બજાર હિસ્સો વધ્યો છે. આ ઉપરાંત પ્લેટફોર્મ અને મિલ્કીબારમાં સારી એવી ઝડપ મળી છે. ગ્રામીણ બજારમાં મેગી નૂડલ્સની વધતી પહોંચ અને નવા પ્રોડક્ટ્સથી Ready to Eatમાં ઉપયોગ થતા પ્રોડક્ટ્સના કારોબારને ફાયદો મળી રહ્યો છે.

નેસ્લે ઈન્ડિયાના ટાર્ગેટ પ્રાઈસ

નેસ્લે ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામો બાદ અગ્રણી બ્રોકરેજ નુવામાએ કંપનીના શેરને Buy રેટિંગ આપી રૂપિયા 1,740 ટાર્ગેટ આપ્યો છે.