Muhurat Trading 2026: 8 નવેમ્બરે ખુલ્લુ રહેશે શેરબજાર, જાણો મુહૂર્ત ટ્રેડિંગનો સંપૂર્ણ સમય અને શેડ્યૂલ

ભારતીય શેર બજારમાં 8 નવેમ્બર, રવિવારના રોજ દિવાળીના દિવસે સ્પેશિયલ મુહૂર્ત ટ્રેડિંગ થશે. NSE અને BSEએ 2026 માટે તેનું સંપૂર્ણ ટાઈમ ટેબલ અને શિડ્યુલ જારી કરી દીધુ છે. જે બપોરે 2:20 થી 3:30 વાગ્યા સુધી 70 મિનિટ ચાલશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 03 Nov 2026 08:56 PM (IST)Updated: Tue, 03 Nov 2026 08:56 PM (IST)
muhurat-trading-2026-date-and-time-diwali-laxmi-pujan-trading-schedule

Diwali Muhurat Trading 2026 Date, Time & Schedule: ભારતીય શેરબજારમાં દિવાળી (Diwali 2026)ના દિવસે મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. આ વર્ષે 8 નવેમ્બરના રવિવારના રોજ ખાસ મુહૂર્ત ટ્રેડિંગ થશે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) દ્વારા સર્ક્યુલર જારી કરીને 'મુહૂર્ત ટ્રેડિંગ 2026'નું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે રવિવાર હોવા છતાં 8 નવેમ્બરે દિવાળીના દિવસે શેર બજાર ખુલ્લુ રહેશે. આ એક કલાક દરમિયાન રોકાણકારોને નવા સંવત વર્ષની શરૂઆતમાં શેર ખરીદવા-વેચવાની ખાસ સુવિધા મળશે.

મુહૂર્ત ટ્રેડિંગનું સંપૂર્ણ ટાઈમ ટેબલ

8 નવેમ્બરે રવિવારના રોજ દિવાળીએ લક્ષ્મી પૂજનના અવસરે આયોજિત મુહૂર્ત ટ્રેડિંગના આ સ્પેશિયલ સેશનનું ટાઈમ ટેબલ જોઈએ તો, નિયમિત પ્રી-ઑપન સેશન બપોરે 2:05 વાગ્યાથી 2:20 વાગ્યા સુધી રહેશે. જે બાદ ટ્રેડિંગ વિન્ડો અર્થાત રેગ્યુલર ઈક્વિટી ટ્રેડિંગ બપોરે 2:20 થી 3:30 કલાક સુધી રહેશે.

સામાન્ય દિવસોમાં માર્કેટ સોમવારથી શુક્રવાર સુધી સવારે 9 થી બપોરે સાડા 3 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. જેમાં શરૂઆતની 15 મિનિટ સુધી પ્રી-માર્કેટ સેશન અને પછી સામાન્ય સેશન ચાલતું હોય છે.

આગામી 8 નવેમ્બરના રોજ વિવિધ ટ્રેડિંગ પ્રવૃતિઓનું સંપૂર્ણ શિડ્યુલ જોઈએ તો, 70 મિનિટ સુધી ચાલનાર આ ટ્રેન્ડિંગ વિન્ડોની પહેલા બપોરે 1:50 થી 2:05 વાગ્યા સુધી એક બ્લોક ડીલ સેશન અને બપોરે 2:05 થી 2:20 વાગ્યા સુધી એક રેગ્યુલર પ્રી-ઑપન સેશન રહેશે.

સ્ટોક એક્સચેન્જોએ IPO, રિ-લિસ્ટ કરવામાં આવેલા શેરો તેમજ ઓછી લિક્વિડિટી ધરાવતી સિક્યુરિટીઝ અને ક્લોઝિંગ ઓક્શન સેશન માટે યોગ્ય સિક્યોરિટીઝ માટે અલગ-અલગ વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે.

રેગ્યુલર પ્રી-ઑપન સેશન દરમિયાન રોકાણકારો બપોરે 2:05 વાગ્યાથી 2:10 વાગ્યાની વચ્ચે લિમિટ અને માર્કેટ, બન્ને તરફના ઓર્ડર લઈ શકાશે, તેમા ફેરફાર કરી શકશે અને રદ્દ પણ કરી શકશે.

બપોરે 2:10 વાગ્યાથી 2:15 વાગ્યા સુધી માત્ર લિમિટ ઓર્ડર લગાવવાની મંજૂરી મળશે. બપોરે 2:15 થી 2:17 વાગ્યાની વચ્ચે ઓર્ડર મેચિંગ અને ટ્રેડ કન્ફોર્મેશન થશે. જે બાદ એક બફર પીરિયડ રાખવામાં આવે છે અને પછી 2:20 વાગ્યાથી રેગ્યુલર ટ્રેડિંગ શરૂ થશે.

IPO અને રીલિસ્ટેડ સિક્યોરિટીઝ માટે સ્પેશિયલ પ્રી-ઓપન સેશન બપોરે 2:05 વાગ્યાથી 2:50 વાગ્યા સુધી ચાલશે. જેમાં છેલ્લી 10 મિનિટ દરમિયાન રેન્ડમ ક્લોઝર હશે. આ સિક્યોરિટીઝીમાં સતત ટ્રેડિંગ બપોરે 3:05 વાગ્યે શરૂ થશે અને 3:30 વાગ્યા સુધી ચાલશે.

છેલ્લા ઘણાં વર્ષોથી મુહૂર્ત ટ્રેડિંગ સાંજના સમયે થતું હતુ. જો કે ગત વર્ષ એક્સચેન્જ દ્વારા મુહૂર્ત ટ્રેડિંગના સમયમાં ફેરફાર કર્યો હતો. જે બાદ આ વર્ષે પણ બપોરના સમયે એક સ્પેશિયલ ટ્રેડિંગ સેશન આયોજિત કરવામાં આવી રહ્યું છે.