Jio Platforms IPO: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ડિજિટલ સર્વિસિસ કંપની જિઓપ્લેટફોર્મ્સ લિમિટેડનો (Jio Platforms IPO) દેશનો સૌથી મોટો IPO આજે, 21 ઓક્ટોબરથી સામાન્ય રોકાણકારો માટે ખુલી રહ્યો છે. જીઓ પ્લેટફોર્મ્સ આ IPO દ્વારા ₹30,188 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ IPO 23 ઓક્ટોબર સુધી બોલી લગાવવા માટે ખુલ્લો રહેશે.
Jio Platforms IPO માટે એન્કર ઈન્વેસ્ટર્સની માંગ અત્યંત મજબૂત રહી છે. કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ માટે રૂ. 8,110 કરોડનું એન્કર બુક સાઈઝ નક્કી કર્યું હતું, જેની સામે 30 ગણી કરતાં વધુ બોલીઓ પ્રાપ્ત થઈ છે. આ એન્કર બુકમાં વિશ્વના સૌથી મોટા એસેટ મેનેજર, સોવરેન વેલ્થ ફંડ, પેન્શન ફંડ અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.
વિદેશી રોકાણકારોમાં બ્લેકરોક, ફિડેલિટિ, જેપી મોર્ગન એસેટ મેનેજમેન્ટ, ફ્રેન્કલિન ટેમ્પલટન અને કેપિટલ ગ્રુપ જેવા ગ્લોબલ દિગ્ગજો ઉપરાંત સિંગાપોર (GIC), અબુ ધાબી અને કતારના સરકારી રોકાણ ફંડ્સે પણ ભારે માંગ દર્શાવી છે. જ્યારે સ્થાનિક રોકાણકારોમાં ભારતના ટોપ-10 મ્યુચ્યુઅલ ફંડ્સ (SBI, ICICI પ્રુડેન્શિયલ, HDFC, કોટક, નિપ્પોન ઇન્ડિયા વગેરે) તથા LIC, HDFC લાઈફ અને SBI લાઈફ જેવી મોટી વીમા અને પેન્શન કંપનીઓએ પણ મોટું રોકાણ કર્યું છે.
ગ્રે માર્કેટ અને રોકાણના ગણિત અંગેની વાત કરીએ તો, Jio Platforms IPO ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) 19 ઓક્ટોબરે રૂ. 250ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો, જ્યારે તેનો લઘુત્તમ GMP 3 ઓક્ટોબરે રૂ. 125 નોંધાયો હતો. હાલમાં ગ્રે માર્કેટમાં શેરનું પ્રીમિયમ પ્રતિ શેર રૂ. 252 આસપાસ ચાલી રહ્યું છે, જેના આધારે લિસ્ટિંગ રૂ. 1,371 ની આસપાસ થઈ શકે છે અને રોકાણકારોને આશરે 22.5 ટકા રિટર્ન મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રિટેલ રોકાણકારો લઘુત્તમ 1 લોટ એટલે કે 12 શેર માટે અરજી કરી શકે છે, જેના માટે અપર પ્રાઇસ બેન્ડ પર રૂ. 13,428 નું રોકાણ કરવું પડશે, જ્યારે મહત્તમ 14 લોટ (168 શેર) સુધી બોલી લગાવી શકાય છે.
Jio Platforms એ રિલાયન્સના ટેલિકોમ અને ડિજિટલ બિઝનેસનું મુખ્ય કેન્દ્ર છે. 50 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી 'રીલાયન્સ જીઓ ઇન્ફોકોમ' પણ આ જ કંપની હેઠળ આવે છે, જે કંપનીની કુલ આવકનો આશરે 90% હિસ્સો લાવે છે. કંપની હવે પોતાના ટેલિકોમ કારોબારની સાથોસાથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લાઉડ સર્વિસ અને એન્ટરપ્રાઇઝ ટેકનોલોજીના વિસ્તરણ પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
