JIO IPO GMO: મુકેશ અંબાણીની JIO પ્લેટફોર્મ્સનો IPO ટૂંક સમયમાં ખુલવા જઈ રહ્યો છે. જોકે ખુલતા પહેલા જ તેણે ગ્રે માર્કેટમાં ભારે જુસ્સો જોવા મળી રહ્યો છે. JIOનું GMP ઉછળી રહ્યું છે. આજે આપણે માહિતી મેળવશું કે અત્યારે JIOના JMP દરેક શેર પર કેટલા રૂપિયાની કમાણી કરવાના સંકેત આપી રહ્યુ છે.
Jio IPO GMP:કેટલું છે Jioનું GMP
JIO પ્લેટફોર્મના IPOના GMP રૂપિયા 158 ચાલી રહ્યું છે. એટલે કે દરેક શેર પર તમારે રૂપિયા 158થી વધારે નફો થઈ શકે છે. અલબત GMP ફક્ત અંદાજ છ. આ અંદાજ હેઠળ એ વાતનો અંદાજ લગાવી શકાય છે કે કયા IPOનું લિસ્ટીંગ કેટલા લેવલ પર થઈ શકે છે. અલબત જરૂરી નથી કે IPOનું GMP સારું છે તો તેનું લિસ્ટીંગ પણ ધમાકેદાર હોય.
મુકેશ અંબાણીના Jio પ્લેટફોર્મ્સનો પ્રારંભિક જાહેર ઓફર (IPO) 21મી ઓક્ટોબરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલવાની અપેક્ષા છે. અહેવાલો દર્શાવે છે કે કંપની IPO દ્વારા આશરે 3.8 બિલિયન ડોલરનું ભંડોળ એકત્રિત કરી શકે છે, જે તેને ભારતની સૌથી મોટી લિસ્ટિંગ કંપની બનાવશે.જો IPO 21મી ઓક્ટોબરના રોજ ખુલશે તો અપેક્ષિત લિસ્ટિંગ 28મી ઓક્ટોબરના રોજ થઈ શકે છે.મીડિયા અહેવાલ પ્રમાણે કંપની 12 ઓક્ટોબર બાદ તેના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ(RHP) ફાઈલ કરી શકે છે, અને IPOની પ્રાઈઝ બેન્ડ રૂપિયા 1,150-1,220 પ્રતિ શેર હોઈ શકે છે.
IPOનું તો જાણે ઘોડાપૂર
ભારતમાં નાની અને મોટી બંને કંપનીઓ IPO લોન્ચ કરી રહી છે. આ વર્ષે એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે એકત્રિત કરાયેલી રકમે આ સમયગાળા માટે એક નવો જ રેકોર્ડ બનાવ્યો છે. PRIME ડેટાબેઝ પ્રમાણે આશરે 250 કંપની IPO દ્વારા કુલ 4.65 ટ્રિલિયન રૂપિયા ($48 બિલિયન) એકત્રિત કરવાની તૈયારી કરી રહી છે.
(ડિસ્ક્લેમર: IPOs અંગે અહીં આપેલી માહિતી રોકાણ અભિપ્રાય બનાવતી નથી.શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન હોવાથી રોકાણ કરતા પહેલા કૃપા કરી પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો.)
