અદાણી ગ્રીન એનર્જીનું વાર્ષિક ધોરણે ઊર્જા વેચાણ 32% વધી 25.8 અબજ યુનિટ: પ્રથમ છ માસમાં એબિડટા 41%નો વધીને રૂ. 7957 કરોડ પહોંચ્યો

અમદાવાદ, રીન્યુએબલ ઉર્જા ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતી ભારતની સૌથી મોટી અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ 30 સપ્ટેમ્બર 2026 ના રોજ પૂરા થયેલા સમયગાળાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.

By: Jivan KapuriyaEdited By:Jivan KapuriyaPublish Date: Wed, 21 Oct 2026 04:19 PM (IST)Updated: Wed, 21 Oct 2026 04:19 PM (IST)
adani-green-energys-energy-sales-grew-32-percentage-yoy-to-258-billion-units-resulting-into-ebitda-growth-of-41-percentage-in-h1-at-rs-7957-crore

અમદાવાદ, રીન્યુએબલ ઉર્જા ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતી ભારતની સૌથી મોટી અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ 30 સપ્ટેમ્બર 2026 ના રોજ પૂરા થયેલા સમયગાળાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.

તદનુસાર બીજા ત્રિમાસિકમાં એબિડટા 51% વધી રૂ. 3,835 કરોડ નોંધાઇ છે. નાણા વર્ષ-27ના પહેલા છ માસમાં કાર્યકારી ક્ષમતા 20.8 ગીગાવોટ વધી છે જે વાર્ષિક ધોરણે 24%નો વધારો દર્શાવે છે. આ ગાળામાં બેટરી એનર્જી સ્ટોરેજની ક્ષમતા 3.08 GWh2 વધારા સાથે, 6.63 GWh2ની સંચિત ક્ષમતા ભારતની કાર્યકારી ક્ષમતાનો 50% થી વધુ હિસ્સો ધરાવે છે.

આવક અને એબિડટામાં થયેલી નોંધપાત્ર વૃદ્ધિ પાછળ સતત ક્ષમતા વિસ્તરણ, રીન્યુએબલ એનર્જીની અદ્યતન તકનીકોનો ઉપયોગ અને કંપનીના મજબૂત સંચાલન જેવા પરિબળોને આભારી છે. પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વાર્ષિક ધોરણે ઊર્જાના વેચાણમાં 32% નો વધારા સાથે તે 25,747 મિલિયન યુનિટ્સ પહોંચ્યું છે. આ વૃદ્ધિને 4,083 મેગાવોટની મજબૂત ક્ષમતા ઉમેરાનો ટેકો મળ્યો છે, જે વાર્ષિક ધોરણે 24% નો વધારો દર્શાવે છે. જ્યારે બીજા ત્રિમાસીમાં વાર્ષિક ધોરણે વેચાણ 33% વધીને 12,090 મિલિયન યુનિટ થયું છે.

પ્રથમ છમાસિક ગાળામાં વીજ પુરવઠામાંથી વાર્ષિક ધોરણે આવક 36% વધીને રૂ. 8,299 કરોડ અને બીજા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે આવક 45% વધીને રૂ. 4,019 કરોડ થઈ છે. સમાન ગાળામાં વીજ પુરવઠામાંથી એબિડટા વાર્ષિક ધોરણે 41% વધીને રૂ. 7,957 કરોડ અને બીજા ત્રિમાસિકમાં 51% વધીને રૂ. 3,835 કરોડ પ્રાપ્ત થયો છે..

પ્રથમ છમાસિકમાં વાર્ષિક ધોરણે રોકડ નફો 35% વધીને રૂ. 4,176 કરોડ થયો અને બીજા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે 45% વધીને રૂ. 1,951 કરોડ થયો છે.

પ્રથમ છમાસિક ગાળામાં કેપેક્ષ રૂ. 17,160 કરોડ નોંધાતા તે વાર્ષિક ધોરણે 38%નો વધારો દર્શાવે છે; 'નેટ ડેટ ટુ રન-રેટ EBITDA' 5.6 ગણો રહ્યો છે.

ચાલુ નાણા વર્ષ 2027ના બીજા ત્રિમાસિકમાં ખાવડા ખાતે 3,081 MWh ક્ષમતાની બેટરી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવતા કુલ ક્ષમતા 6,632 MWh સુધી પહોંચી છે. ભારતની કાર્યરત બેટરી એનર્જી સ્ટોરેજ ક્ષમતાના 50% થી વધુ હિસ્સો ધરાવવા સાથે આ ક્ષમતા તેને વિશ્વની એક જ સ્થળે આવેલી સૌથી મોટી સુવિધા પણ બનાવે છે.બેટરી સ્ટોરેજ ક્ષમતામાં અત્યાર સુધી થયેલા નોંધપાત્ર વધારાને ધ્યાને લેતાં, અદાણી ગ્રીન એનર્જી લિ. નાણાકીય વર્ષ 2027માં 10 GWh BESS ક્ષમતાના પોતાના લક્ષ્યાંકને પણ વટાવી શકે છે.

અદાણી ગ્રીન એનર્જીના સીઈઓ શ્રી આશિષ ખન્નાએ જણાવ્યું હતું કે નાણા વર્ષના પહેલા છ માસમાં અમારો ઓપરેશનલ રિન્યુએબલ ઉર્જા પોર્ટફોલિયો વાર્ષિક ધોરણે 24% વધીને 20.8 ગીગાવોટ થયો છે અને ઉર્જા વેચાણ 32% વધ્યું છે. જે અમારા સૌર, પવન અને હાઇબ્રિડ સંપત્તિઓમાં મજબૂત ઓપરેટિંગ પ્રદર્શનને ટેકો આપે છે.

ત્રિમાસિક ગાળા દરમિયાન ઉર્જા વેચાણ વાર્ષિક ધોરણે 33% વધ્યું અને વીજ પુરવઠામાંથી વાર્ષિક ધોરણે આવક 45% વધીને રૂ. 4,019 કરોડ થઈ હતી. વીજ પુરવઠામાંથી વાર્ષિક ધોરણે એબિડટા 51% વધ્યો હતો. તેમણે ઉર્જા સંગ્રહમાં પણ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું હોવાનું જણાવતા કહ્યું હતું કે ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતાનું નિરીક્ષણ કરતા રહી અમે નજીકથી સ્ટોરેજ ડિપ્લોયમેન્ટ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.