Stock Market Today | Share Market News Updates: GST કાઉન્સિલની બેઠક બાદ નવા જીએસટી સ્લેબમાં સામાન્ય વર્ગને મોટી રાહત મળી છે. જેને પગલે શેર બજારમાં પણ હરિયાળી છવાઈ ગઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 455 પોઈન્ટના વધારા સાથે 81,022.81 પર કારોબાર કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 127 પોઈન્ટના વધારા સાથે 24,843.00 પર કારોબાર કરી રહ્યો છે.
એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સ, આઈશર મોટર્સ, બજાજ ફિનસર્વ, એચયુએલ, આઈટીસી, નેસ્લે ઈન્ડિયા, ગ્રાસિમ, ટાટા મોટર્સના શેરમાં 7 ટકા સુધી વધારો જોવા મળ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક, કોલ ઈન્ડિયા, ઈટરનલ, ટાટા સ્ટીલ, રિલાયન્સ, ઓએનજીસી, હિંડાલ્કો, જેએસડબ્લ્યૂ સ્ટીલ અને એચસીએલ ટેકના શેર 0.73 ટકા સુધી ઘટ્યા છે.
મિડકેપ શેરની સ્થિતિ
સ્ટાર હેલ્થ, ગો ડિજિટ, પીબી ફિનટેક, ન્યૂ ઈન્ડિયા એસ્યોર, જુબિલન્ટ ફૂડ્સ અને વિશાલ મેગા માર્ટના શેરમાં 7.45 ટકા સુધી વધારો છે. રેલ વિકાસ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, એનએમડીસી અને પેટીએમના શેરમાં 2.23 ટકા ઘટાડો થયો છે.
સ્મૉલકેપ શેરની સ્થિતિ
પરાગ મિલ્ક ફૂડ્સ, વીએસટી ટિલર્સ, શિવા સિમેન્ટ અને ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 12.34 ટકા સુધી ઉછાળો જોવા મળ્યો છે. લેંડમાર્ક કાર્સ, યુનિફોસ એન્ટરપ્રાઈઝ, ડેલ્ટા કૉર્પ, શિપિંગ કૉર્પ, થેમિસ મેડિકેર અને ટ્રાન્સપેકના શેરમાં 5.74 ટકા સુધી તૂટ્યા છે.
એશિયન અને અમેરિકન બજારોની સ્થિતિ
એશિયન બજારોની વાત કરીએ તો શેરબજારમાં ગુરુવારે તેજી જોવા મળી. જાપાનનો નિક્કી 225 શરૂઆતી વેપારમાં 0.57 ટકા ચઢ્યો, જ્યારે ટોપિક્સ 0.41 ટકા વધ્યો. દક્ષિણ કોરિયામાં કોસ્પીમાં 0.45 ટકા અને કોસ્ડેકમાં 0.84 ટકાની તેજી રહી. અમેરિકન બજારની વાત કરીએ તો ડાઉ જોન્સ 0.05% ના ઘટાડા સાથે 45,271.23 પર બંધ રહ્યો. નાસ્ડેક કમ્પોઝિટ 1.03% વધીને 21,497.73 પર બંધ થયો. S&P 500 માં તેજી જોવા મળી.