Russia Sell Gold: રશિયાએ ઓચિંતા જ વિશ્વબજારમાં 25 વર્ષ બાદ 14 ટન સોનુ વેચી દીધુ, શું આ મજબૂરી છે કે ઊંચી કિંમતની ઉત્તમ તક?

રશિયા પાસે અત્યારે 2000 ટનથી વધારે સોનું છે અને તે વિશ્વમાં પાંચમાં ક્રમ પર રહેલો સૌથી મોટો ગોલ્ડહોલ્ડર દેશ છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 27 Mar 2026 04:08 PM (IST)Updated: Fri, 27 Mar 2026 04:08 PM (IST)
russia-sells-gold-russia-suddenly-sells-14-tons-of-gold-on-the-world-market-after-25-years

Russia Sell Gold:તાજેતરમાં સોનાની કિંમતોમાં ભારે તેજી બાદ હવે સોનામાં ભારે મંદીની સ્થિતિ જોવા મળી રહી છે, દરમિયાન રશિયાએ પોતાના ખર્ચને પૂરા કરવા અને યુદ્ધને લઈ વધી રહેલા ખર્ચ, અમેરિકાના કડક પ્રતિબંધોની સ્થિતિ વચ્ચે છેલ્લા 25 વર્ષમાં પ્રથમ વખત 14 ટન સોનાનું વેચાણ કર્યું છે. જાન્યુઆરી 2026માં રશિયાએ 3 લાખ ઔંસ સોનાનું વેચાણ કર્યું છે, આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં 2 લાખ ઔંસ સોનાનું વેચાણ કર્યું છે. આમ છેલ્લા બે મહિનામાં જ રશિયાએ 14 ટન સોનાનું વેચાણ કર્યું છે.

છેવટે શા માટે સોનાનું વેચાણ કરવું પડ્યું

હવે પ્રશ્ન એ છે કે સૌથી સુરક્ષિત સંપત્તિ ગણવામાં આવતા સોનાને રશિયાએ ત્યારે વેચવાલી ફરજ પડી છે કે જ્યારે દેશમાં સતત ખર્ચ વધી રહ્યો છે અને વેપાર ખાધની સ્થિતિને સંભાળવા માટે પૈસાની તાતી જરૂર છે. આ સંજોગોમાં રશિયાએ તેની સૌથી મજબૂત ગણાતી સંપત્તિ એટલે કે સોનામાં વેચવાલી શરૂ કરી છે.

મોંઘુ સોનું બન્યુ સૌથી મોટી તક

રસપ્રદ બાબત એ છે કે રશિયા દ્વારા સોનાની વેચવાલી કરવામાં આવી ત્યારે ઔંસદીઠ સોનાનો ભાવ 5 000 ડોલર પ્રતી ઔંસ કિંમત ચાલતી હતી. એટલે કે રશિયા દ્વારા સોનામાં ઘણી ઊંચી કિંમત પર વેચવાલી કરવામાં આવી છે. આ કિંમતથી રશિયાના સોનાની કિંમત 800 અબજ ડોલરથી વધારે થઈ જાય છે. આમ રશિયા માટે સોનાનું વેચાણ મજબૂરી અને સાથે સાથે સારી તક પણ રહી છે.

રશિયા પાસે અત્યારે 2000 ટનથી વધારે સોનું છે અને તે વિશ્વમાં પાંચમાં ક્રમ પર રહેલો સૌથી મોટો ગોલ્ડહોલ્ડર દેશ છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ સંગોજોમાં રશિયા તેની આર્થિક જરૂરિયાતોને પૂરી કરવી એટલ જ જરૂરી માને છે.