Rupee vs US Dollar: ભારતીય રુપિયાનો વાગ્યો દુનિયભરમાં ડંકો! વિશ્વની સૌથી વધુ રિટર્ન આપતી કરન્સી બન્યો

ભારતીય રૂપિયો આ ક્વાર્ટરમાં અમેરિકી ડોલર સામે કેરી ટ્રેડમાં વિશ્વની સૌથી વધુ રિટર્ન આપતી કરન્સી બન્યો છે, જે નવેમ્બરમાં 7 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. વિદેશી રોકાણકારોનો બદલાયેલો અભિગમ અને RBIની સક્રિય ભૂમિકા રૂપિયાની મજબૂતી પાછળના મુખ્ય કારણો છે, જે રોકાણકારોને આકર્ષી રહ્યા છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Tue, 24 Nov 2026 03:00 PM (IST)Updated: Tue, 24 Nov 2026 03:00 PM (IST)
rupee-has-become-the-world-best-performing-currency-know-rbi-role

Rupee vs US Dollar: ભારતીય રુપિયો આ ક્વાર્ટરમાં અમેરિકી ડોલર દ્વારા ફંડ કરવામાં આવતા કૈરી ટ્રેડ( carry trade) માં વિશ્વની સૌથી વધુ રિટર્ન આપતી કરન્સી બની ગયો છે. હાલમાં ડોલર સામે રુપિયાની સ્થિતિ અંગે વાત કરીએ તો નવેમ્બરમાં 7 મહિનાના હાઈ લેવલે (અંદાજે 92.91 રુપિયા પ્રતિ ડોલર) પહોંચી ગયો હતો અને આ મહિને બે ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.

કેમ રુપિયો મજબૂત થયો?

રુપિયાની મજબૂતી અંગે વાત કરીએ તો, વિદેશી રોકાણકારો હવે AI સાથે સંબંધિત કંપનીઓમાંથી પૈસા કાઢીને ભારત જેવા બજારના તે સ્ટોક પર લગાવી રહ્યા છે જે એઆઈની તેજી વખતે પાછળ રહી ગયા હતા. જોકે હવે વિદેશી રોકાણકારોની બદલાયેલી નિતિના કારણે ભારતીય રુપિયો ખુબ મજબૂત થઈ રહ્યો છે. જો કે માત્ર વિદેશી રોકાણ નહીં પરંતુ આરબીઆઈની કેટલીક મહત્તપૂર્ણ પહેલ પણ રુપિયાને મજબૂત કરવામાં ભાગ ભજવે છે.

રુપિયાને મજબૂત કરવા શું શું કરવું જોઈએ?

જો ભારત રુપિયાને વધુ મજબૂત કરવા માગે છે તો સૌથી પહેલા એ કામ કરવું જોઈએ કે, જે વિદેશી લોકો ભારતમાં રોકાણ કરવા માગે છે અને બિઝનેસ કરવા માટે ઉત્સુક છે તેમનો રસ્તો સરળ કરવો પડશે. વિદેશી લોકોને ધંધો કરવામાં સરળતા રહે તે માટેની નિતિઓ બનાવવી જોઈએ. આ ઉપરાંત વ્યાજ દરો રાહત અને નિયમો સંબંધિત કોઈ સમસ્યા ન નડવી જોઈએ. આ સાથે કેપિટલ એકાઉન્ટને પણ થોડુ લિબરલ બનાવવું પડશે. એટલે જો કોઈ વિદેશી રોકાણકાર ભારતમાં પોતાના બિઝનેસ સ્થાપે છે અને ભવિષ્યમાં જો તે કોઈ કારણસર અહીંથી તેનું યુનિટ બંધ કરવા માગે છે તો તેની પ્રક્રિયા પણ સરળ હોવી જોઈએ. ભારતે કોઈપણ ભોગે વિદેશી રોકાણકારોને એ ભરોસો અપાવવો પડશે છે કે રુપિયામાં તેમણે કરેલું રોકાણ અને તેમાથી મળતું તેમનું વળતર તેના જોખમના સંદર્ભમાં સારુ છે.

Carry Trade શું છે અને તેનાથી રુપિયાને શું ફાયદો થશે?

સાદી ભાષામાં સમજીએ તો કેરી ટ્રેડ એવી રોકાણની પ્રક્રિયા છે જેમાં ઓછા વ્યાજવાળા ચલણ(Currency) માં દેવું લે છે અને તે પૈસાને વધુ વ્યાજ અથવા સારુ વળતર આપતા ચલણ(Currency) માં રોકી દે છે. હવે જો આપણે તેને ઉદાહરણ તરીકે સમજીએ તો કોઈ રોકાણકાર પાઉન્ડમાં ઓછા વ્યાજ દરે પૈસા ઉધાર લઈને ડોલરમાં રોકાણ કરે છે અને આ દરમિયાન ડોલર પાઉન્ડની સરખામણીએ મજબૂત થાય છે તો તેને બેવડો ફાયદો મળશે. તેને વ્યાજનો તફાવત પણ મળે છે અને ચલણ મજબૂત થાય છે તેનાથી પણ આવક થાય છે. હાલમાં રુપિયા મજબૂત થતા લોકો રુપિયામાં રોકાણ કરવા આકર્ષાયા છે.

ભારતીય રુપિયાને મજબૂત કરવામાં RBI ની ભૂમિકા

તમને જણાવી દઈએ કે ભારતીય રુપિયાને મજબૂત કરવામાં RBI ની પણ મહત્વની ભૂમિકા છે. RBI રુપિયા સામે રમાતા સટ્ટા પર કાર્યવાહી કરી છે. સાથે સાથે ફોરેન ડેબ્ટ દ્વારા આવક વધારવા અને કરન્સી માર્કેટમાં દખગીરી સહિતની અનેક કામગીરી કરી છે. તો બીજી તરફ રુપિયાના ઘટાડા પર પૈસા લગાવીને કમાણી કરવાનો દાવ આઈબીઆઈએ ઉંધો પાડી દીધો છે. જેના કારણે રુપિયા પર પૈસા લગાવનારની નેગેટિવ સ્થિતિ બની ગઈ છે. હવે વિદેશી રોકાણકારો એ વાતને ધ્યાનમાં રાખીને માત્ર પૈસા નથી રોકતા કે વ્યાજ દર સારા છે પરંતુ તે એ પણ વિચારે છે કે આરબીઆઈ ભારતીય રુપિયાને વધારે નબળો નહીં પડવા દે. કારણ કે આરબીઆઈએ હાલમાં રુપિયાના ઘટાડા પર પૈસા લગાવતા રોકાણકારો માટે પણ ટ્રેડ મોંઘો કરી દીધો છે.