Rupee At Record Low: US ડોલર સામે રૂપિયો ધરાસાઈ, પહેલી વખત 96 સપાટી ગુમાવી, તમારા ખિસ્સા પર કેટલું દબાણ વધશે?

15મી મેના રોજ ઈન્ટર-બેંક ફોરેક્સ કરન્સી માર્કેટમાં રૂપિયો ડોલરની તુલનામાં 95.86ના લેવલ પર ખુલ્યો હતો. ત્યારબાદ તેના પર દબાણ જોવા મળતું હતું.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 15 May 2026 05:40 PM (IST)Updated: Fri, 15 May 2026 05:42 PM (IST)
rupee-at-record-low-crosses-96-against-dollar-on-15-may

Rupee At Record Low: US ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ગગડી 15 મેના રોજ વિક્રમજનક નીચી સપાટીએ પહોંચી ગયો છે. ડોલરની સામે આ પ્રથમ વખત છે કે જ્યારે રૂપિયો 96 લેવલ ગુમાવી દીધુ છે. તેને લીધે ક્રુડ ઓઈલની કિંમતમાં પણ ઉછાળો આવ્યો છે. આમ સતત ચોથા દિવસે રૂપિયાના મૂલ્યમાં પીછેહેઠ થઈ છે. ઈન્ટ્રા-ડે 96 લેવલ ગુમાવ્યા બાદ છેલ્લે 21 પૈસા ગગડી 95.97 પર બંધ રહ્યો હતો.

15મી મેના રોજ ઈન્ટર-બેંક ફોરેક્સ કરન્સી માર્કેટમાં રૂપિયો ડોલરની તુલનામાં 95.86ના લેવલ પર ખુલ્યો હતો. ત્યારબાદ તેના પર દબાણ જોવા મળતું હતું. બજાર કામકાજ દરમિયાન આશરે ત્રણ વાગે પ્રથમ વખત રૂપિયાએ 96 લેવલ તૂટી નાંખ્યું હતું.

ફોરેક્સ ડીલરનું કહેવું છે કે ડોલરની મજબૂત માંગ છે અને તેની અસર રૂપિયા પર જોવા મળી રહી છે. ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી અને શેર બજારમાં સતત વિદેશી ફંડોની વેચવાલીની રૂપિયા પર અસર જોવા મળી રહી છે.

રૂપિયો સતત તૂટી રહ્યો હોવાથી એશિયામાં સૌથી નબળું પર્ફોમન્સ નોંધાવનાર કરન્સી બન્યો છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં તેના મૂલ્યમાં ભારે ઘટાડો થયો છે. તેને લીધે ભારતનું ઈમ્પોર્ટ બિલ વધી રહ્યું છે. ક્રુડ ઓઈલની કિંમત વધવાથી ભારતનું ઈમ્પોર્ટ બિલ (Import Bill) વધી રહ્યું છે. તેની અસર રૂપિયા પર થઈ રહી છે.

બજારના નિષ્ણાતોના મતે રૂપિયાના મૂલ્યમાં ઘટાડા પાછળ મુખ્યત્વે ત્રણ કારણ જવાબદાર

વૈશ્વિક ભૌગોલિક તણાવ: મધ્ય પૂર્વ (West Asia) માં ચાલી રહેલા સંઘર્ષને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે ડોલર તરફ વળ્યા છે.
ક્રૂડ ઓઈલના ભાવ:આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવમાં થયેલા ઉછાળાને કારણે ભારતનું આયાત બિલ વધ્યું છે, જેની સીધી અસર રૂપિયા પર પડી છે.
FII ની વેચવાલી: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ભારતીય શેરબજારમાંથી સતત નાણાં પાછા ખેંચી રહ્યા છે, જેનાથી ડોલરની માંગ વધી છે.

મોંઘવારી વધશે

નિષ્ણાતોનું કહેવું છે કે રૂપિયામાં નબળી સ્થિતિની અસરને લીધે લોકો પર અસર થઈ શકે છે. વિદેશમાં અભ્યાસ કરવાનો ખર્ચ વધશે. ઘરઆંગણે વિવિધ ચીજ વસ્તુની કિંમતમાં વધારો થશે. આ ઉપરાંત ભારતમાં ખાદ્ય તેલ તથા કઠોળ પણ મોંઘા થશે. પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો કરવાની ફરજ પડશે.