New US Student Visa Rule:અમેરિકામાં અભ્યાસ કરવાનું સપનું જોતા વિદ્યાર્થીઓને લાગશે ઝાટકો, સ્ટુડેન્ટ વિઝા પર 4 વર્ષની મર્યાદા લાગૂ થશે

અત્યારે તો આ નિયમ વ્હાઈટ હાઉસની ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ એટલે કે OMBમાં સુધારા સંબંધિત સમીક્ષા કરવામાં આવી રહી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 08 May 2026 02:48 PM (IST)Updated: Fri, 08 May 2026 05:26 PM (IST)
us-dhs-proposes-four-year-limit-on-f1-student-visas-white-house-review-latest-news

New US Student Visa Rule: અમેરિકા હવે એવો નિર્ણય લેવા જઈ રહ્યું છે કે જેને લીધે ત્યાં વિદ્યાર્થીઓ માટે અભ્યાસ કરવો મુશ્કેલ બની શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર એક સૂચિત નિયમ અંગે ટૂંક સમયમાં નિર્ણય કરશે, જેને લીધે F-1 વિઝા પર વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં રહેવાની મુદતમાં ફેરફાર થઈ શકે છે. અત્યારે તો આ નિયમ વ્હાઈટ હાઉસની ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ એટલે કે OMBમાં સુધારા સંબંધિત સમીક્ષા કરવામાં આવી રહી છે.

આ નિયમમાં ડ્યુરેશન ઓપ સ્ટેટ્સ (D/S) સિસ્ટમને બદલવાની વાત કરવામાં આવી છે. જે વિદ્યાર્થીને માટે ખૂબ જ જરૂરી એવો નિયમ માનવામાં આવે છે.

J-1 વિઝા ધારક પર પણ નિમય લાગૂ કરવાની વાત

અમેરિકામાં અભ્યાસ માટે F-1 Student Visa મળે છે. આ અંતર્ગત એક્સચેન્જ સ્ટુડેન્ટ અથવા રિસર્ચ સ્કોલર્સ માટે J-1 વિઝા હોય છે. સૂચિત નિયમમાં J-1 વિઝા ધારક પર પણ નિમય લાગૂ કરવાની વાત કહી છે. RIN: 1653-AA95ને OMBની ઓફસ ઓફ ઈન્ફોર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સમાં મોકલવામાં આવેલ છે. કોઈ પણ નિયમ લાગુ થતા પહેલા અંતિમ તબક્કામાં તે પહોંચે છે.

આ વિઝા પર 4 વર્ષની મર્યાદા લાગી શકે છે

સૂચિત નિયમ લાગુ થાય છે તો તેની સૌથી વધારે અસર PHD વિદ્યાર્થી પર થશે. તેમણે રિસર્ચ એટલે કે સંશોધન પૂરા કરવામાં આશરે 5થી 8 વર્ષનો સમય લાગી શકે છે. આ વિઝા પર 4 વર્ષની મર્યાદા લાગી શકે છે. આ સંજોગોમાં વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમની વચ્ચે એક્સટેન્શન લેવાની જરૂર પડશે.

OPT અથવા STEM-OPT માટે અરજી કરશે

એવી જ રીતે સાયન્સ, ટેકનોલોજી, એન્જીનિયરિંગ અને મેથ્સ (STEM) અભ્યાસક્રમના અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી માટે પણ મુશ્કેલી સર્જાઈ શકે છે. અલબત ગ્રેજ્યુએશન બાદ OPT અથવા STEM-OPT માટે અરજી કરશે, જેથી તે નોકરી કરી શકે તો અગાઉથી જ તેને વિઝા એક્સટેન્શન મેળવવાનું રહેશે.

STEM વિદ્યાર્થી, PhD ફેલો અને પોસ્ટડોક્ટરલ રિસર્ચર્સ વગેરે કે જેમાં શૈક્ષણિક પ્રોગ્રામની સમય મર્યાદા ફ્લેસિક્સબલ હોય છે. તેમણે પણ વધારાના નિયમોનું પાલન તથા વિઝા સંબંધિત માનસિક ચિંતાનો સામનો કરવો પડી શકે છે.