Canada Visa Processing Time Reduced:છેલ્લા કેટલાક સમયથી કેનેડા જવા ઈચ્છતા લોકો માટે સતત પ્રક્રિયા વધુને વધુ મુશ્કેલ બની રહી છે. અલબત હવે કેનેડાના વિઝા માટે વેઈટિંગ ટાઈમમાં ઘટાડો થયો છે. તે કેનેડા જવા ઈચ્છતા અરજદારો માટે રાહતના સમાચાર છે.
કેનેડાની ઈમિગ્રેશન એજન્સી Immigration Refugees And Citizenship Canada (IRCC) દ્વારા તાજેતરમાં આપવામાં આવેલી આંકડાકીય માહિતી પ્રમાણે કેટેગરીમાં વિઝા પ્રોસેસિંગ ટાઈમમાં ઘટાડો થયો છે, જેથી ભારત સહિત અનેક દેશોના અરજદારોને ફાયદો મળી રહ્યો છે.
સૌથી મોટો સુધારો ભારતીય અરજદારો માટે વિઝીટીંગ વિઝા તથા સ્ટડી પરમિટ કેટેગરીમાં જોવા મળી છે. ભારત માટે કરવામાં આવેલ વિઝા અરજદારોના પ્રોસેસિંગ ટાઈમ આશરે 37 દિવસથી ઘટાડીને 23 દિવસ કરવામાં આવ્યો છે, હવે ભારતીય યાત્રીઓને અગાઉની તુલનામાં બે સપ્તાહ જલ્દીથી વિઝા મળી શકવાની શક્યતા વધી ગઈ છે. અભ્સાય પ્રમાણે ભારતને રાહત મળી છે, જ્યાં પ્રોસેસિંગ ટાઈમ આશરે 4 સપ્તાહથી ઘટીને 3 સપ્તાહ થઈ ગયો છે ત્યારે કેનેડામાં અભ્યાસ સંબંધિત યોજના ધરાવતા વિદ્યાર્થીઓ માટે પણ ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે.
જોકે વર્ક પરમિટ કેટેગરીમાં તસ્વીર હજુ એટલી સ્પષ્ટ નથી. ભારતથી વર્ક પરમિટ અરજદારનો સમય 7 સપ્તાહથી ઘટાડીને 8 સપ્તાહ થઈ ગયો છે, જોકે અન્ય દેશોની તુલનામાં અનેક સુધારા જોવા મળી રહ્યા છે.
જો અન્ય દેશોની વાત કરવામાં આવે તો પાકિસ્તાનથી વર્ક પરમિટ પ્રોસેસિંગ ટાઈમમાં સુધારો થયો છે. જ્યા સમય 29 સપ્તાહ હતા તે ઘટીને 16 સપ્તાહ થઈ ગયા છે. જ્યારે અમેરિકાથી વર્ક પરમિટ માટે અરજી 8 સપ્તાહથી ઘટી 7 સપ્તાહમાં પ્રોસેસ થઈ જશે. સ્ટડી પરમિટ કેટેગરીમાં અમેરિકા અને નાઈજીરિયાના અરજદારોને રાહત મળી છે.
જ્યારે એક-એક સપ્તાહ જેટલો પ્રોસેસિંગ ટાઈમમાં ઘટાડો થયો છે.ભારત માટે સમય 202 દિવસથી ઘટાડી 182 દિવસ થઈ ગયા છે. અમેરિકા માટે 185 દિવસથી ઘટી 164 દિવસ અને પાકિસ્તાન માટે 122 દિવસથી ઘટી 107 દિવસ થઈ ગયા છે. એકંદરે કેનેડાના વિઝા પ્રોસેસની શ્રેણીઓમાં ઝડપ આવી છે, ખાસ કરીને ભારતીય અરજદારો માટે વિઝીટર અને સ્ટડી વિઝાના સમયમાં ઘટાડો થયો છે.
