Railway RRB NTPC Recruitment 2024: રેલવે ભરતી 2024:રેલવેમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે નોકરી મેળવવાનીની એક નવી તક છે. હકીકતમાં RRB NTPC અંડરગ્રેજ્યુએટ લેવલ પર ત્રણ હજારથી વધારે પદો ભરવાની પ્રક્રિયા ચલાવી રહી છે.
રેલ્વેમાં નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) અંડરગ્રેજ્યુએટ લેવલ માટે ઓનલાઈન અરજીઓ 21 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 27મી ઓક્ટોબર છે.
છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે, તેથી રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ આ પોસ્ટ્સ માટે શક્ય તેટલી વહેલી તકે અરજી કરવી જોઈએ.
પોસ્ટની વિગતો
- કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક: 2022 પોસ્ટ્સ
- એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ: 361 પોસ્ટ્સ
- જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ: 990 પોસ્ટ્સ
- ટ્રેન ક્લાર્ક: 72 પોસ્ટ્સ
- કુલ ખાલી જગ્યાઓ: 3445
શૈક્ષણિક લાયકાત
માન્ય બોર્ડમાંથી 12મી (10+2) પરીક્ષા અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે.
ધ્યાનમાં રાખો કે જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોને 12મામાં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ હોવા જોઈએ, જ્યારે SAC, ST અને વિકલાંગ ઉમેદવારો માટે માત્ર પાસ થવું પૂરતું છે.
વય મર્યાદા
જો આપણે વય મર્યાદા વિશે વાત કરીએ, તો 1 જાન્યુઆરી, 2025 ના રોજ પાત્ર અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 35 વર્ષ હોવી જોઈએ.
જો કે, અનામત વર્ગના ઉમેદવારોને સરકારી ધારાધોરણો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા સૂચનાને ધ્યાનપૂર્વક વાંચે.