July CPI Data:જુલાઈ મહિનામાં મોંઘવારી 4.45 ટકા પહોંચી, ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતમાં થયો વધારો

જુલાઈ મહિનામાં રિટેલ મોંઘવારી 4.45 ટકા પર પહોંચી, જે જૂન કરતાં 0.07 ટકા વધુ છે. ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતો વધતા ખાદ્ય મોંઘવારી 5.52 ટકા થઈ, જે ઘરના બજેટ પર અસર કરશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 12 Aug 2026 08:33 PM (IST)Updated: Wed, 12 Aug 2026 08:33 PM (IST)
retail-inflation-rises-in-july-month-to-4-point-45-percent-food-prices-rbi-target

July CPI Data:જુલાઈ મહિનામાં દેશમાં મોંઘવારીમાં વધારો થયો છે. સરકારી આંકડાકીય માહિતી પ્રમાણે જુલાઈ મહિનામાં રિટેલ મોંઘવારી 4.45 ટકા રહી છે. જૂનમાં આ દર 4.38 ટકા હતો. એટલે કે એક મહિનામાં મોંઘવારી દરમાં 0.07 ટકા વધ્યો છે. મોંઘવારીમાં આ વધારો મુખ્યત્વે ખાદ્ય કિંમતોમાં તેજી જોવા મળી છે. જુલાઈ મહિનામાં ખાદ્ય મોંઘવારી પણ વધીને 5.52 ટકા થઈ ગઈ છે. રિઝર્વ બેંકની નજર હવે મોંઘવારી પર રહેશે.

જુલાઈ મહિનામાં 4.45 ટકા નોંઘાયો ફુગાવો

આંકડાકીય માહિતી પ્રમાણે જુલાઈ મહિનામાં Consumer Price Index આધારિત રિટેલ ફુગાવો (Retail Inflation) 4.45 ટકા રહ્યો છે. જૂન મહિનામાં આ આંકડા 4.38 ટકા હતો. આ રીતે જુલાઈ મહિનામાં છૂટક ફુગાવામાં નજીવા પ્રમાણમાં વધારો થયો છે. મોંઘવારીના દરમાં ફેરફાર ઘરેલુ બજેટ પર અસર કરી શકે છે. ખાસ કરીને ખાદ્ય ચીજવસ્તુની કિંમતોમાં વધારો થવાની સીધી અસર લોકો પર થઈ શકે છે.

ખાદ્ય ફુગાવો વધીને 5.52 ટકા થયો

જુલાઈ મહિના દરમિયાન ખાદ્ય મોંઘવારીમાં પણ વધારો થયો છે. આંકડાકીય માહિતી પ્રમાણે ખાદ્ય મોંઘવારી 5.52 ટકા રહી છે. જૂન મહિનામાં તે 5.31 ટકા હતી. એટલે કે એક મહિનામાં ખાદ્ય મોંઘવારી 0.20 ટકા વધી છે. ખાવાની ચીજવસ્તુની કિંમતોમાં પણ વધારો થયો છે. તેને લીધે સામાન્ય પરિવારો માટે ખાદ્ય મોંઘવારી વધવી તે ઘરેલુ ખર્ચને અસર કરી શકે છે. 

મોંઘવારીની સ્થિતિમાં RBIએ વ્યાજ દરોમાં કોઈ ફેરફા કર્યો નહીં

રિઝર્વ બેંકે આ મહિને તેની અગાઉની નીતિની સમીક્ષામાં વ્યાજ દરોને સ્થિર રાખવાનો નિર્ણય કર્યો હતો. મધ્યસ્થ બેંકે મોંઘવારી સંબંધિત ચિંતાને પણ નિર્ણય કરતી વખતે ધ્યાનમાં રાખી હતી. હવે જુલાઈની નવી આંકડાકીય માહિતી બાદ મોંઘવારીની દિશા પર નજર રાખવામાં આવશે. જો ખાદ્ય કિંમતોમાં તેજીથી વધવાનું જળવાઈ રહેશે તો વ્યાજ દરોને લઈ RBIનું વલણ મહત્વનું રહેશે.

ખાદ્ય ચીજવસ્તુની કિમત વધવાથી તેની સીધી અસર સામાન્ય લોકોના ખર્ચ પર થઈ શકે છે. રાશન અને દૈનિક ચીજવસ્તુઓની કિંમતોમાં તેજી આવવાથી ઘરેલુ બજેટ અસર થઈ શકે છે. જોકે જુલાઈમાં આ મોંઘવારી હજુ પણ RBIના નિયત કાર્યક્ષેત્રમાં છે. આગળ જતા મોંઘવારીની દિશા ખાદ્ય કિંમતો અને અન્ય ચીજવસ્તુઓની કિંમત પર આધાર રાખશે.