Retail Inflation Surge:ખાદ્ય ચીજવસ્તુ-ઈંધણના ભળકે બળતા ભાવ, મેમાં ફુગાવો 3.93 ટકાની છેલ્લા 16 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો

ખાદ્ય ચીજવસ્તુઓ, ઈંધણ તથા કિંમતી ધાતુઓની કિંમતોમાં ભારે વધારો થતા ફુગાવો એપ્રિલ મહિનામાં 3.48 ટકાથી વધી મે મહિનામાં 3.93 ટકા થઈ ગયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 12 Jun 2026 08:28 PM (IST)Updated: Fri, 12 Jun 2026 08:30 PM (IST)
retail-inflation-increased-for-the-consecutive-month-in-may-and-reached-the-level-of-3-93-percent

Retail Inflation In May: દેશમાં મોંઘવારીમાં સતત વધારો થવાનું વલણ આગળ વધી રહ્યું છે. સતત 5માં મહિને રિટેલ ઈન્ફ્લેશન એટલે કે છૂટક ફુગાવો વધ્યો છે અને મે મહિનામાં તે ઉછળીને 3.93 ટકા પહોંચી ગયો છે, જે છેલ્લા 16 મહિનાની ઊંચી સપાટીએ છે.

ખાદ્ય ચીજવસ્તુઓ, ઈંધણ તથા કિંમતી ધાતુઓની કિંમતોમાં ભારે વધારો થતા ફુગાવો એપ્રિલ મહિનામાં 3.48 ટકાથી વધી મે મહિનામાં 3.93 ટકા થઈ ગયો છે. જોકે તે હજુ પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નિયત મર્યાદાની અંદર જળવાયો છે. RBI દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ મર્યાદાની વાત કરીએ તો તે 2-6 ટકા છે. તે અગાઉ ગયા એપ્રિલ મહિનામાં છૂટક ફુગાવાનો દર 3.48 ટકા રહ્યો હતો.

શુક્રવરે જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી પ્રમાણે દેશમાં રિટેલ મોંઘવારીમાં વધારો થવા પાછળ ખાસ કરીને ફૂડ પ્રોડક્ટ્સ અને ઈંધણની કિંમતમાં વધારો જવાબદાર છે. મે મહિનામાં મોંઘવારીનો દર આ વર્ષે જાન્યુઆરીમાં લાગુ સુધારા સાથેના CPI સિરીઝ અંતર્ગત અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર પર છે.

ફૂડ પ્રાઈઝમાં સતત વધારો

મેં મહિનામાં મોંઘવારીનો દર વધારો થવા પાછળ ખાદ્ય ચીજવસ્તુઓ ઉપરાંત ઈંધણની કિંમતમાં વધારો રહ્યો છે. ખાદ્ય પદાર્થોના મોંઘવારીના દરમાં વધારો થવાનું વલણ સતત આગળ વધ્યું છે. તે એપ્રિલના 4.20 ટકાથી વધી મે મહિનામાં 4.78 ટકા થઈ ગયો છે. જેનાથી એ વાત જાણી શકાય છે કે ખાદ્ય ચીજવસ્તુની કિંમતમાં કેટલી ઝડપથી વધારો થયો છે.