Reliance Q4 Results: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નફો વાર્ષિક ધોરણે 13 ટકા ઘટ્યો, શેરદીઠ રૂપિયા 6 ડિવિડન્ડ જાહેર કર્યું

અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ના વડપણ હેઠળ કંપનીએ એકંદરે સામાન્ય પરિણામો રજૂ કર્યાં છે. કંપનીનો નફો વાર્ષિક ધોરણે 13 ટકા ઘટ્યો છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 24 Apr 2026 09:22 PM (IST)Updated: Sat, 25 Apr 2026 11:05 AM (IST)
reliance-industries-q4-results-profit-dip-13-percent-and-6-dividend-declared

Reliance Q4 Results: દેશ અગ્રણી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ત્રિમાસિક ગાળા (Reliance Q4 Results)ના પરિણામો જાહેર કર્યાં છે. અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ના વડપણ હેઠળ કંપનીએ એકંદરે સામાન્ય પરિણામો રજૂ કર્યાં છે. કંપનીનો નફો વાર્ષિક ધોરણે 13 ટકા ઘટ્યો છે અને બીજી બાજુ કંપનીની આવક 13 ટકાનો ઉછળી રૂપિયા 2.98 લાખ કરોડ પહોંચી ગઈ છે.

naidunia_image

આંકડાકીય માહિતી પ્રમાણે જાન્યુઆરી-માર્ચ 2026ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો રૂપિયા 16,971 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષની સમાન અવધિમાં રૂપિયા 19,407 કરોડ રહી હતી. ગયા ત્રિમાસિક ગાળા (ડિસેમ્બર 2025)ની તુલનામાં નફામાં 8 ટકાનો ઘટાડો થયો છે. જોકે કંપનીના બોર્ડે તેના શેરધારકો માટે રૂપિયા 6 પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી છે, જે રોકાણકારો માટે રાહતની વાત છે.

naidunia_image

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ શું કહ્યું

પરિણામો અંગે ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે સમગ્ર નાણાકીય વર્ષ 2026માં અમે વૈશ્વિક તણાવ, અસ્થિર ઊર્જા કિંમતો તથા બદલાઈ રહેલ વ્યાપારીક પેટર્ન જેવા પડકારોનો સામનો કરવો પડ્યો છે. આ અવરોધે વિશ્વભરના બિઝનેસને અસર કરી છે. જોકે અમારા મજબૂત પોર્ટફોલિયો અને ઘરેલુ બજાર પર પકડને લીધે અમે આ ભારે વધ ઘટનો સામનો કરવામાં સફળ રહેલ છીએ.

naidunia_image

જિયોનું શાનદાર પર્ફોમન્સ

રિલાયન્સ જિયો (Reliance Jio)એ આ ત્રિમાસિક ગાળામાં મજબૂત ગ્રોથ દર્શાવેલ છે. જિયોના ઓપરેટિંગ રેવેન્યુ 13 ટકા વધી રૂપિયા 44,928 કરોડ થઈ અને નફામાં 13 ટકા વધી રૂપિયા 7,935 કરોડ રહી. જિયોના દરેક યુઝરથી થતા સરેરાશ કમાણી (ARPU) વધી રૂપિયા 214 પહોંચ ગઈ છે.

naidunia_image