RBI Governor News: RBI વડાની મોટી ચેતવણી;આગામી આર્થિક સંકટ સાઈબર એટેક અથવા ભૂ-રાજકિય ઝાટકાથી આવી શકે છે

એક મજબૂત બેન્કિંગ સિસ્ટમ જરૂરી તો છે જ પણ તે પર્યાપ્ત નથી.કોઈ પણ આર્થિર અસ્થિરતા દરેક વિસ્તાર માટે આર્થિક સ્થિરતા માટે જોખમી બની શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 03 Oct 2026 07:25 PM (IST)Updated: Sat, 03 Oct 2026 07:25 PM (IST)
rbi-governor-sanjay-malhotras-major-warning-regarding-economic-crisis

RBI Governor News:રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે આગામી આર્થિક સંકટ બેંકો અથવા ફાયનાન્શિયલ સેક્ટરને બદલે કોઈ રાજકીય ઘટનાક્રમને લીધે, સાઈબર હુમલા અથવા ટેકનોલોજીમાં ખરાબીને લીધે શરૂ થઈ શકે છે. તેમણે પરસ્પર રીતે જોડાયેલ જોખમોનો સામનો કરવા માટે સંપૂર્ણ સિસ્ટમને વધારે મજબૂત કરવા પર ભાર આપ્યો છે.

મલ્હોત્રાએ પાંચમાં કૌટિલ્ય ઈકોસિસ્ટમ કોન્ક્લેવમાં ભાષણ આપતા કહ્યું કે જોખમો હવે બાહ્ય, સીમા પાર અને પરસ્પર રીતે જોડાયેલા હોય છે. સિસ્ટમને મજબૂત કરવા માટે આપણે નિર્ભરતા અને સંકટ ફેલાવાના માર્ગોના નેટવર્કને વધારે સારી રીતે સમજવાની અને જોખમને લગતા સંચાલનમાં સિનારિયો એનાલિસિસને મુખ્ય આધાર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. 

તેમણે કહ્યું કે ફાયનાન્શિયલ સ્ટેબિલિટીનો અર્થ અવ્યવહારીક ઝાટકાને અટકાવવાનો નથી. તેનો અર્થ છે આ પ્રકારના ઝાટકાનો સામનો કરવા અને તેની અસરને વધતી અટકાવવા માટે સિસ્ટમની મજબૂતી વધારવાનો છે.મલ્હોત્રાએ કહ્યું કે આ મજબૂતી ફક્ત બેંકો સુધી જ મર્યાદિત રહેવી જોઈએ નહીં,   પણ તેમાં નો-બેન્ક ફાયનાન્શિયલ ઈન્ટરમીડિયરી, ફાયનાન્શિયલ માર્કેટ, પેમેન્ટ સિસ્ટમ, ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જરૂરી થર્ડ પાર્ટી અને સીમા-પાર ફાયનાન્શિયલ નેટવર્કનો પણ સમાવેશ થવો જોઈએ.


તેમણે કહ્યું કે એક મજબૂત બેન્કિંગ સિસ્ટમ જરૂરી તો છે જ પણ તે પર્યાપ્ત નથી.કોઈ પણ આર્થિર અસ્થિરતા દરેક વિસ્તાર માટે આર્થિક સ્થિરતા માટે જોખમી બની શકે છે.મલ્હોત્રાએ વધારે સારા અને વધુ ગહન ડેટાની પણ માંગ કરી છે. તેમણે કહ્યું કે NBFI, પરસ્પર જોડાયેલ જોખમો, ટેકનોલોજી પરની નિર્ભરતા અને સરહદ પાર સ્થિતિ અંગે માહિતી પણ ફેલાયેલ છે. તેમણે કહ્યું કે ઝડપથી પરસ્પર રીતે જોડાયેલ ફાયનાન્શિયલ સિસ્ટમમાં અમારા ડેટાને લગતી ક્વોલિટી જ અમારા જોખમ અંગે આંકલનની ક્વોલિટી નક્કી કરશે.

નવી ઉભરતી ટેકનોલોજી અંગે મલ્હોત્રાએ જણાવ્યું કે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ, ટોકનાઈજેશન અને ફાયનાન્શિયલ ઈન્ટરમીડિએશન માટે નવી રીત કામ કરવાની ક્ષમતાને વધારે સારી બનાવી શકે છે. જોકે ઈનોવેશન ત્યારે ટકાઉ હશે કે જ્યારે તે મજબૂત સંસ્થા, સેટલમેન્ટની નિશ્ચિતતા, પૈસાની એકરૂપતા તથા ફાયનાન્શિયલ ઈમાનદારીને જાળવી રાખે.