RBI's Warning: RBIએ આપી ચેતવણી; વૈશ્વિક અનિશ્ચિતતા અને ક્રુડ ઓઈલના ભાવ ભારતીય અર્થતંત્ર માટે જોખમરૂપ

RBI's Warning:રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)એ કહ્યું છે કે વૈશ્વિક અનિશ્ચિતતા અને ક્રુડ ઓઈલની કિંમતમાં અસ્થિરતા અર્થતંત્ર માટે એક મોટો પડકાર બની ગયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 19 Aug 2026 11:06 PM (IST)Updated: Wed, 19 Aug 2026 11:07 PM (IST)
rbis-warning-global-uncertainty-and-crude-oil-prices-pose-a-threat-to-the-economy

RBI's Warning:રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)એ કહ્યું છે કે વૈશ્વિક અનિશ્ચિતતા અને ક્રુડ ઓઈલની કિંમતમાં અસ્થિરતા અર્થતંત્ર માટે એક મોટો પડકાર બની ગયો છે. RBIએ બુધવારે અગાઉની MPCની બેઠકમાં તમામ સભ્યોના વિચારોનું આંકલન જાહેર કર્યું છે, જેમાં તેમણે ચેતવણી આપી છે. MPCની બેઠક 3-5 ઓગસ્ટ 2026 સુધી ચાલી હતી, જેમાં રેપો રેટમાં કોઈ જ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા ન હતા. RBI ગવર્નર સંજય મલ્હોત્રા સહિત અને સભ્યોએ ક્રુડ ઓઈલ બજારમાં અસ્થિરતાને મુખ્ય પડકાર તરીકે ગણાવ્યો છે.

 સમિતિએ કહ્યું કે વર્ષ 2026માં વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ મુખ્યત્વે શેરબજારમાં સતત વધઘટ અને ફુગાવા સંબંધિત ચિંતાની સ્થિતિનું સર્જન કરશે. પશ્ચિમ એશિયામાં હંગામી યુદ્ધ વિરામથી જે રાહત મળી હતી તે ફરી વખત સંઘર્ષ શરૂ થવા સાથે જ સમાપ્ત થઈ ગઈ છે.

વિશ્વ માટે નકારાત્મક પરિસ્થિતિ

આ ક્ષેત્રમાં જે સંઘર્ષ, ક્રુડ ઓઈલના અસ્થિર ભાવ, ફુગાવો વધવાની દહેશત, મુખ્ય અર્થવ્યવસ્થાની નબળી જાહેર આર્થિક (અમેરિકા, યુરોપિયન યુનિયન વગેરે પર વધતા દેવાની સ્થિતિ) સમગ્ર વિશ્વ માટે એક નકારાત્મક સ્થિતિ બનાવી રહેલ છે. આ સાથે જ ઉર્જાની કિંમત અને સપ્લાઈ ચેઈનની સ્થિતિ પણ ઠીક નથી.


MPCના સભ્યોનું કહેવું છે કે વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલની કિંમતોમાં જે અનિશ્ચિતતા પ્રવર્તિ રહી છે તેને લીધે નજીકના ભવિષ્યમાં ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે. ક્રુડ ઓઈલની સ્થિતિ માટે કોઈ સભ્યોને મુખ્યત્વે પશ્ચિમ એશિયા સંઘર્ષને જ કારણરૂપ ગણાવ્યું છે. ક્રુડ ઓઈલની કિંમત ઓચિંતા જ સંઘર્ષને લીધે વધી શકે છે.

બેઠકમાં RBI ગવર્નરે કહ્યું હતું કે પશ્ચિમ એશિયા સંઘર્ષ, વ્યાપક અનિશ્ચિતતા અને અનિયમિત ચોમાસા વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે અને 6.7 ટકા વૃદ્ધિ દર હાંસલ કરવાી મજબૂતી દર્શાવે છે. જોકે મોંઘવારી વધી રહી છે તેમ છતા ખાદ્યાન અને ઈંધણ સપ્લાઈ સુધી તે મર્યાદિત છે. માટે વ્યાજ દરને લઈ અગાઉથી નાણાં નીતિના માર્ગ અંગે વધારે સ્પષ્ટતા માટે રાહ જોવી યોગ્ય રહેશે.