QMS Medical Allied Services: વિશ્વભરમાં હેલ્થકેર ક્ષેત્રે પેશન્ટ સર્વિસ પ્રોગ્રામ (PSP) મહત્વપૂર્ણ પિલ્લર બની રહ્યું છે, જેમાં વન-ટાઇમ પ્રિસ્ક્રિપ્શન ઉપરથી ફોકસ હવે દર્દી સાથે નિરંતર જોડાણ અને સારા સ્વાસ્થ્ય પરિણામો ઉપર કેન્દ્રિત થઇ રહ્યું છે. વૈશ્વિક સ્તરે PSP 70 અબજ US ડોલરની ઇન્ડસ્ટ્રી તરીકે વિકસિત થયું છે, અલબત ભારતમાં તેની લોકપ્રિયતા ઘણી ઓછી છે.
પરંપરાગત રીતે ભારતમાં PSP મુખ્યત્વે મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા સંચાલિત છે અને સારથી હેલ્થકેર આ ક્ષેત્રે અગ્રણી કંપની તરીકે ઉભરી આવી છે.
સારથીએ ક્રોનિક ડિસીઝ મેનેજમેન્ટ માટે દર્દી-કેન્દ્રિત પ્રોગ્રામ ડિઝાઇન કરીને તથા મલ્ટીનેશનલ ક્લાયન્ટના આધારની રચના કરીને પ્રતિષ્ઠા હાંસલ કરી છે. સારથીમાં બહુમતી હિસ્સો હસ્તગત કરીને તથા સંપૂર્ણ માલિકીની દિશામાં આગળ વધતાં ક્યુએમએસ મેડિકલ એલાઇડ સર્વિસિસ લિમિટેડ (QMS MAS)એ PSPમાં ભારતીય ફાર્મા કંપનીઓ માટે વધુ સહભાગીતાની સંભાવનાઓ ખોલી છે તેમજ હેલ્થકેર ડિલિવરીની પદ્ધતિમાં બદલાવ કર્યો છે.
QMS MASના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મહેશ માખિજાએ જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય ટેક-સક્ષમ ઇકોસિસ્ટમ તરીકે PSPને પુનઃવ્યાખ્યાયિત કરવાનો છે, જે દર્દીને સપોર્ટ કરવાના સાથે સાથે સારા આરોગ્ય પરિણામો પ્રાપ્ત કરવામાં પણ ઉપયોગી બને.
QMS MAS તથા સારથીએ મળીને 100થી વધુ શહેરોમાં 2.5 લાખ દર્દીઓને મદદ કરી છે, જેમાં ડાયાબિટીસ, કાર્ડિયોલોજી, રેસ્પિરેટરી કેર અને અન્ય ક્રોનિક રોગોનો સમાવેશ થાય છે.
કંપની 5,000થી વધુ પિન કોડને આવરી લેતા મજબૂત નેટવર્ક દ્વારા 50 અગ્રણી ફાર્મા કંપનીઓ સહિત 130થી વધુ સંસ્થાકીય ગ્રાહકોને સેવા આપે છે.
QMS MAS એક શ્રેષ્ઠ હેલ્થકેર કર્મચારીઓનો ઉપયોગ કરે છે, જેમાં 900થી વધુ ડાયેટિશિયન નેટવર્ક અને 135 પ્રમાણિત ડીએમએલટીનો સમાવેશ થાય છે, જે અદ્યતન ડાયગ્નોસ્ટિક ઉપકરણો દ્વારા સમર્થિત છે. આ પ્રત્યે 35 કિમીના વિસ્તારને આવરી લે છે.