Price Hike:છેલ્લા કેટલાક સમયથી વિવિધ કંપનીઓ દ્વારા તેમના પ્રોડક્ટ્સની કિંમતમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં તેની અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર જોવા મળી રહી છે. દૂધ, ઘી, LPG જેવી પ્રાથમિક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કિંમત વધતા મોંઘવાની વધી રહી છે.તાજેતરમાં મધર ડેરી, અમૂલ ડેરીએ દૂધની કિંમતોમાં રૂપિયા 2થી 4 પ્રતી લીટર વધારો કર્યો છે. આ ઉપરાંત ઘીની કિંમતોમાં પણ વધારો થયો છે.
Surf Excel, Rin અને સિગારેટ મોંઘા
હિન્દુસ્તાન યુનિલિવરે સર્ફ એક્સેલ,રિન, વ્હીલ અને મોતી સાબુના ભાવમાં પણ વધારો કર્યો છે. સર્ફ એક્સેલ ક્વિક વોશનું એક કિલોગ્રામ પેક રૂપિયા 235 થી વધીને રૂપિયા 245 અને ઇઝી વોશ રૂપિયા 167 થી વધીને રૂપિયા 172 થયું છે. વધુમાં, મોતી રોઝ સાબુ રૂપિયા 74 થી વધીને રૂપિયા 82 માં ઉપલબ્ધ થશે.જોકે કેટલીક પ્રોડક્ટ્સની જૂની કિંમતો ઉપલબ્ધ નથી તેમ છતાં તેમની નવી કિંમતો ₹1 થી ₹10 સુધી વધી હોવાના અહેવાલ છે.
LPGની કિંમતોમાં પણ ઓક્ટોબર મહિનામાં રૂપિયા 62 અને નવેમ્બરમાં રૂપિયા 10 વધારો થયો છે. સપ્ટેમ્બરમાં ભાવ રૂપિયા 2820 પહોંચ્યા છે.નવેમ્બરમાં વિમાનમાં વપરાતું ઇંધણ, ATF, પણ પ્રતિ લિટર ₹1.37 વધીને ₹138.50 થયું છે, જે ઓક્ટોબરમાં પ્રતિ લિટર લગભગ ₹16 વધારો દર્શાવે છે.
ITC એ ગોલ્ડ ફ્લેક પ્રીમિયમ, 10 સિગારેટના પેકની કિંમત ₹125 થી વધારીને ₹135 કરી છે. જૂનમાં કિંમત પણ ₹115 થી વધારીને ₹125 કરવામાં આવી હતી. તેનો અર્થ એ થાય કે 2026 માં કુલ ₹20 નો વધારો થશે.
