Pradhan Mantri Awas Yojana Urban 2024: મોદી સરકાર આપી રહી છે ઘર બનાવવા માટે 2.50 લાખ રૂપિયા, જાણો કઈ રીતે મેળવી શકો છો લાભ

Pradhan Mantri Awas Yojana Urban 2024 Apply Online: ભારત સરકાર દ્વારા શહેરી વિસ્તારના લોકો માટે તેમના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U)ની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે સરકાર દ્વારા PMAY-U 2.0 ને મંજૂરી આપી દેવામાં આવી છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 18 Aug 2024 09:22 AM (IST)Updated: Sun 18 Aug 2024 09:22 AM (IST)
pradhan-mantri-awas-yojana-urban-2-0-2024-apply-online-eligibility-status-amount-benefits-and-more-latest-pmay-scheme-updates-382299

Pradhan Mantri Awas Yojana Urban 2024 Apply Online: ભારત સરકાર દ્વારા શહેરી વિસ્તારના લોકો માટે તેમના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U)ની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે સરકાર દ્વારા PMAY-U 2.0 ને મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે જાણો આ યોજનાનો લાભ તમે કઈ રીતે લઈ શકો છો.

સરકાર દ્વારા 4 રીતે મદદ

  • આ યોજના હેઠળ સરકાર દ્વારા આગામી પાંચ વર્ષમાં 1 કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને શહેરી વિસ્તારોમાં મકાન બાંધવા, ખરીદવા અથવા ભાડે આપવા માટે મદદ કરવામાં આવશે.
  • કેન્દ્ર સરકાર લાભાર્થીને ચાર રીતે મદદ કરે છે. લાભાર્થી આધારિત બાંધકામ (BLC), ભાગીદારીમાં પોષણક્ષમ હાઉસિંગ (AHP), પોષણક્ષમ ભાડાકીય આવાસ (ARH) અને વ્યાજ સબસિડી યોજના (ISS).

આ પણ વાંચો - Aadhar Card Rules: તમારી પાસે ફેક આધાર કાર્ડ તો નથી ને! 3 વર્ષની જેલ અને 10 હજારનો થઈ શકે છે દંડ, આ રીતે ઓળખો ફેક આધાર

3 કેટેગરી માટે મદદ

  • BLC, AHP અને ARH હેઠળ મકાન બાંધકામની કિંમત મંત્રાલય, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ/ULB અને પાત્ર લાભાર્થીઓ વચ્ચે વહેંચવામાં આવશે.
  • AHP/BLC હેઠળ સરકારી સહાય અમુક શરતો સાથે પ્રતિ કેટેગરી ₹2.50 લાખ હશે.

ગુજરાતમાં મળશે 2.50 લાખ રૂપિયાની મદદ

  • કેન્દ્ર સરકાર દ્વારા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર-પૂર્વીય ક્ષેત્રના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT) જમ્મુ અને કાશ્મીર, પુડુચેરી અને દિલ્હીના BLC અને AHP કેટેગરી માટે પ્રતિ ઘર 2.25 લાખ રૂપિયાની મદદ કરશે. આમાં રાજ્ય સરકાર ઘર દીઠ ઓછામાં ઓછા 0.25 લાખ રૂપિયા આપશે
  • ગુજરાત સહિત અન્ય તમામ કેન્દ્રશાસિત પ્રદેશો માટે, કેન્દ્ર સરકાર ઘર દીઠ ઓછામાં ઓછા 2.50 લાખ રૂપિયા આપશે.
  • આ ઉપરાંત અન્ય રાજ્યો માટે, કેન્દ્ર સરકાર ઘર દીઠ ઓછામાં ઓછા 1.50 લાખ રૂપિયા અને રાજ્ય સરકાર ઘર દીઠ ઓછામાં ઓછા 1.00 લાખ રૂપિયા પ્રદાન કરશે.