Aadhar Card Rules 2024: આપણા દેશમાં આધાર કાર્ડ (Aadhar Card) એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ છે. આજના સમયમાં બેંક એકાઉન્ટ ઓપન કરાવવાથી લઈને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ છે. ત્યારે હાલના સમયમાં ફેક આધાર કાર્ડ (Fake Aadhar Card)નો ઉપયોગ પણ ઘણો વધી ગયો છે. જેને લઈને સરકારે પણ કડક કાયદા બનાવી દીધી છે. જે પણ વ્યક્તિ પાસે ફેક આધાર કાર્ડ મળી આવે છે, તેને 3 વર્ષની જેલ અને 10 હજારનો દંડ થઈ શકે છે. ત્યારે જાણો કઈ રીતે ફેક આધાર કાર્ડને ઓળખશો.
આ રીતે ઓળખો ફેક આધાર કાર્ડ
- આધાર કાર્ડ ફેક છે કે નહીં તેની ઓળખ ઘરે બેઠા કરી શકાય છે.
- સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ https://www.uidai.gov.in/ પર જાઓ.
- અહીંયા 'આધાર સર્વિસ' સેક્શનમાં જઈને 'Verify an Aadhaar No.' પર ક્લિક કરો.
- અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરીને કેપ્ચા કોડ એન્ટર કરો.
- હવે 'Proceed To Verify' પર ક્લિક કરો.
- આટલું કરતા જ આધાર વેરિફિકેશન પૂર્ણ થઈ જશે અને તમે જાણી શકશો કે તમારો આધાર કાર્ડ વેલિડ છે કે ફેક.
ફેક આધાર કાર્ડ પર સજા અને દંડ
UIDAIની વેબસાઈટ પર આપવામાં આવેલ જાણકારી પ્રમાણે, ફેક આધાર કાર્ડનો ઉપયોગ કરનાર વ્યક્તિને 3 વર્ષની જેલ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે છે.
