Post Office Scheme: પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ! 5 લાખના રોકાણમાં મળશે 10 લાખ, જાણો કેવી રીતે

જો તમે 5 લાખ રૂપિયા 5 વર્ષ માટે 7.5 ટકા વ્યાજ દરે રોકાણ કરો છો તો 5 વર્ષ પછી તમારી કુલ રકમ વ્યાજ સાથે લગભગ 7.21 લાખ રૂપિયા થઈ જશે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Tue 02 Sep 2025 12:09 PM (IST)Updated: Tue 02 Sep 2025 12:09 PM (IST)
post-office-scheme-time-deposit-invest-5-lakh-get-10-lakhs-check-details-595981

Post Office Time Deposit Scheme: પોસ્ટ ઓફિસ અનેક બચત યોજનાઓ તેમના ગ્રાહકો માટે લઈને આવે છે. આ યોજનાઓને સરકારની સંપૂર્ણ ગેરંટી મળી છે અને તે સરકારના સમર્થનથી ચાલે છે, તેથી તેમાં જમા કરાયેલું ધન સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. આ યોજનાઓ સામાન્ય બેંક બચત ખાતાઓ કરતાં વધુ નફો આપે છે અને રોકાણકારોને સ્થિર આવક આપે છે. આવી જ એક ખાસ સ્કીમ છે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (TD) સ્કીમ, જે એક પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) છે. ચાલો જાણીએ આ સ્કીમ વિશે…

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ વ્યાજ દર

આ યોજનામાં રોકાણકારો 1, 2, 3, અથવા 5 વર્ષની રોકાણ સમય પસંદ કરી શકે છે. વ્યાજની ગણતરી દર ત્રણ મહિને કરવામાં આવે છે, પરંતુ વ્યાજની ચૂકવણી વર્ષમાં એકવાર કરવામાં આવે છે. હાલની વ્યાજ દરો અનુસાર, 1 વર્ષના રોકાણ પર 6.9 ટકા વ્યાજ, 2 વર્ષના રોકાણ પર 7 ટકા વ્યાજ અને 3 વર્ષના રોકાણ પર 7.1 ટકા વ્યાજ મળે છે .

સૌથી આકર્ષક વિકલ્પ 5 વર્ષનો રોકાણ પ્લાન છે, જેમાં સૌથી વધુ 7.5 ટકા વ્યાજ મળે છે. ખાસ વાત એ છે કે 5 વર્ષના પ્લાનમાં ચક્રવૃદ્ધિ વ્યાજ (Compound Interest) લાગુ પડે છે, જે તમારા રોકાણને સમય જતાં ઝડપથી વધારવામાં મદદ કરે છે . આ ઉપરાંત 5 વર્ષનો TD પ્લાન પસંદ કરવાથી તમને આવકવેરાની કલમ 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ પણ મળે છે. ચાલો જાણીએ કે 5 લાખના રોકાણ પર તમને પાકતી મુદતે કેટલા મળશે.

5 લાખ રુપિયાના રોકાણ પર કેટલા મળશે

જો તમે 5 લાખ રૂપિયા 5 વર્ષ માટે 7.5 ટકા વ્યાજ દરે રોકાણ કરો છો તો 5 વર્ષ પછી તમારી કુલ રકમ વ્યાજ સાથે લગભગ 7.21 લાખ રૂપિયા થઈ જશે. જો તમે આ રકમને ફરીથી આ જ સ્કીમમાં વઘુ 5 વર્ષ માટે રોકાણ કરો છો તો આગામી 5 વર્ષ પછી તમારું કુલ મૂલ્ય 10.40 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. એટલે કે આ યોજના 10 વર્ષમાં તમારું 5 લાખ રૂપિયાનું રોકાણ 10 લાખ રૂપિયામાં બદલાઈ શકે છે . આ યોજના એવા લોકો માટે ખાસ કરીને ફાયદાકારક છે જેઓ સ્થિર આવક ઈચ્છે છે અને તે વડીલો માટે પણ ખૂબ જ ઉપયોગી છે કારણ કે તેમને દર વર્ષે વ્યાજ સ્વરૂપે સ્થિર આવક મળે છે.