DA Hike News:કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરવા અંગે જાહેરાત થાય તેની રાહ જોવામાં આવી રહી છે. સામાન્ય રીતે કેબિનેટની બેઠક બુધવારે યોજાય છે. પણ આ બુધવારે પણ આ શક્ય બન્યું ન હતું. એવી અપેક્ષા હતી કે કેબિનેટ બેઠકમાં સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા અંગે જાહેરાત કરી શકે છે. જોકે આજે કેબિનેટની બેઠક યોજાઈ નથી. હવે પ્રશ્ન છે કે છેવટે હવે મોંઘવારી ભથ્થામાં વધારો ક્યારે કરવામાં આવી શકે છે.
મોંઘવારી ભથ્થામાં વધારો થવા અંગે જાહેરાત
સામાન્ય રીતે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કેબિનેટ બેઠકમાં કરવામાં આવે છે. જોકે, જરૂરી નથી કે આ પ્રકારની જાહેરાત કેબિનેટ મીટિંગ મારફતે ફાયનાન્સ મિનિસ્ટ્રી તેના વગર પણ મોંઘવારી ભથ્થા અંગે જાહેરાત કરી શકે છે. આ સંજોગોમાં આગામી સપ્તાહ ફરીથી આ સપ્તાહ આ અંગેની જાહેરાત થઈ શકે છે. જોકે એવું લાગે છે કે હવે આગામી કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારો થવા અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. આગામી કેબિનેટ મીટિંગ યોજાશે તો તે બુધવારે 28 ઓક્ટોબરના રોજ હશે. અને તે દિવસે તેની જાહેરાત પણ થઈ શકે છે.
મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થઈ શકે છે
મોંઘવારી ભથ્થામાં આ વખતે 3થી 4 ટકા વધારો થઈ શકે છે. જો ત્રણ ટકાનો વધારો થાય છે તો તે વધીને 63 ટકા થઈ જશે. એવી જ રીતે 4 ટકા હોવાના સંજોગોમાં તે 64 ટકા થઈ જશે. વધારો 12 મહિનાની સરેરાશ મોંઘવારી ઈન્ડેક્સ પર આધાર રાખે છે. જાન્યુઆરીના વધારા માટે અગાઉના વર્ષના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના 12 મહિનાના સરેરાશ મોંઘવારી ઈન્ડેક્સ પર નિર્ભર રહે છે. જાન્યુઆરીના વધારા માટે ગયા વર્ષના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી 12 મહિનાના ઈન્ડેક્સનું રીડિંગ લેવામાં આવે છે.
કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. એક વાર વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં અને બીજી વાર જુલાઈમાં. જોકે જાન્યુઆરીમાં વધારો સામાન્ય રીતે માર્ચ અથવા એપ્રિલમાં જાહેર કરવામાં આવે છે, જ્યારે જુલાઈમાં વધારો સપ્ટેમ્બર, ઓક્ટોબર અથવા નવેમ્બરમાં જાહેર થઈ શકે છે.
