Post Office RD:જો તમે દરેક મહિને તમારી કમાણીથી પૈસા બચાવી સુરક્ષિત રીતે ફંડ તૈયાર કરવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસની RD(Recurring Deposit) સ્કીમ એક એવો વિકલ્પ થઈ શકે છે. આ યોજનામાં એક સાથે મોટી રકમનું રોકાણ કરવાને બદલે દર મહિને નિયત રકમ જમા કરી શકાય છે.
તેની અવધિ 5 વર્ષ હોય છે. જેથી નિયમિત બચતની ટેવ પાડવામાં મદદ મળે છે. ખાસ વાત એ છે કે તેનાથી મળતા વ્યાજ શેરબજારની વધઘટથી સીધી રીતે પ્રભાવિત હોતી નથી. નોકરીયાત વર્ગના લોકો અને નિયમિત આવક ધરાવતા લોકો માટે આ નાની બચતથી મોટું ફંડ બનાવવાની એક રીત બની શકે છે. આજે આપણે આ અંગ માહિતી મેળવશું.
દર મહિને રૂપિયા 6000 જમા કરાવો છો તો કેટલા પૈસા મળશે?
ધારો કે તમે પોસ્ટ ઓફિસ RDમાં દર મહિને રૂપિયા 6000 જમા કરાવો છો. 5 વર્ષ અથવા 60 મહિના માટે નિયમિત હપ્તા કરીને તમારું કુલ રોકાણ રૂપિયા 3.60 લાખ થશે. હવે પ્રશ્ન એ છે કે આ રકમ પર તમને કેટલું વ્યાજ મળશે અને પાકતી મુદત પર તમને કેટલું મળશે?
6.7% વ્યાજ દર
જો ગણતરી માટે આપણે વાર્ષિક 6.7% વ્યાજ દર ધારીએ તો 5 વર્ષ પછી પાકતી મુદતની રકમ આશરે ₹4.28 લાખ હોઈ શકે છે. આમાંથી આશરે ₹68,000 વ્યાજમાંથી આવવાનો અંદાજ છે,જેનો અર્થ એ છે કે દર મહિને થોડી રકમ બચાવીને તમે 5 વર્ષમાં તમારા રોકાણમાંથી વધારાનું ભંડોળ એકઠા કરી શકો છો. જો કે આ અંદાજિત ગણતરી છે. વાસ્તવિક પાકતી મુદત લાગુ વ્યાજ દર અને યોજનાના નિયમો પર આધારિત હશે. ખાતું ખોલતા પહેલા કૃપા કરીને પોસ્ટ ઓફિસ સાથે લાગુ વ્યાજ દરની પુષ્ટિ કરો.
